મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 1 ઑગસ્ટ 2021 (15:41 IST)

બદલાઈ શકે છે રાજ્યના CM?- રાજ્યના CM બદલાઈ શકે છે, જાણો કોને સોંપાઇ શકે મુખ્યમંત્રીનું પદ

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ધીરે-ધીરે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે તેઓ આગામી સપ્તાહે ગુજરાત આવશે. જો કે ગુજરાત આવતા પહેલાં તેઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરશે. અત્રે નોંધનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ કરી છે. ‘ભીખુભાઈની સેવાઓની પાર્ટી કદર કરશે અને તેમને મોટી જવાબદારી સોંપી શકે છે. 
 
સંગઠન મંત્રી તરીકે રત્નાકરની નિમણૂંક કરવામાં આવી છે. આગામી 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.