રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 3 એપ્રિલ 2022 (15:08 IST)

CM ની 1.50 લાખ હિમોગ્લોબીન ગોળીથી તુલા કરાઈ હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સૌરાષ્ટ્રમા મા ઉમિયાના ધામ સિદસરમા પહોંચ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિદસરના કાર્યક્રમમાં હાજરી મહત્વની ગણાય શકાય છે. સિદસરના મા ઉમિયા મંદિરના દશાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં હિમોગ્લોબિનની ગોળીઓથી સીએમની તુલા કરાઈ હતી. 
 
CM ની 1.50 લાખ હિમોગ્લોબીન ગોળીથી તુલા કરાઈ હતી. તેના બાદ હિમોગ્લોબિનની ગોળી મહિલાઓમાં વિતરણ કરાશે.