ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 માર્ચ 2020 (10:16 IST)

કોરેન્ટાઈનમાં રખાયેલા ટ્રાવેલર માટે મોબાઇલ CMC COVID-19 TRACKER એપ્લિકેશન તૈયાર

.
નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ટેકનોલોજીના માધ્યમ દ્વારા ત્વરિત સારવાર-ઉપચાર માટે નવતર અભિગમ દાખવીને સુરત ખાતે કોરેન્ટાઈનમાં રખાયેલા ટ્રાવેલર માટે CMC COVID-19 TRACKER  મોબાઇલ એપ્લિકેશન કાર્યરત કરાઇ છે. આ પ્રોજેક્ટને સફ્ળતા મળતા આગામી દિવસમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે પણ આ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવશે.
 
સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા શરૂ કરાયેલ આ એપ્લિકેશનમાં કોરેન્ટાઈનમાં રખાયેલા ટ્રાવેલર કે જેઓ પોતાના મોબાઈલમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને સેલ્ફી મુકશે જેના કારણે તેઓ જ્યાં જ્યાં ફરશે તેનું જી.આઇ.એસ. મેપિંગના કારણે ટ્રેકિંગ કરી શકાશે. જેથી તેઓ કોરેન્ટાઈનનો ચુસ્તપણે અમલ કરે. આ પ્રકારની વ્યક્તિને તાવ, ખાંસી, શ્વાસ લેવામા તક્લિફ હોય તો તેઓ આ એપમાં એન્ટ્રી કરી શકશે. તેથી  સુરત મહાનગરપાલિકાને સંદેશો મળતાંજ તેઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરીને ત્વરિત સારવાર આપી શકાય.
 
કોરોના વાયરસની સારવાર માટે ખાનગી ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફ સ્વૈચ્છિક રીતે સેવાઓ આપવા ઈચ્છતા હોય તેઓ આરોગ્ય વિભાગના ટ્વિટર હેન્ડલ પર અથવા ઇ-મેઇલથી જાણ કરી શકે છે. જે માટે ઇ મેઇલ સેવા પણ ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે જેની વિગતો આરોગ્ય વિભાગના ટ્વિટર હેન્ડલ પરથી મળી શકશે. 
 
કોરોના વાયરસ સંદર્ભે ખાનગી તબીબો જે સારવાર આપી રહ્યા છે તેઓ પણ આરોગ્ય વિભાગની ડૉકટર ટેકો કોવિડ-૧૯ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં તમામ વિગતો અપડેટ કરવાની રહેશે. આ માટે ૧૫૦ તબીબોએ આ સેવાનો લાભ લેવાનો શરૂ પણ કરી દીધો છે.
 
કોરોનાની અપડેટ વિગતો માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા http://gujcovid19.gujarat.gov.in ડેશબોર્ડ કાર્યરત કરાયું છે જેના ઉપર દિવસમાં બે વાર કોરોના અંગેની અદ્યતન વિગતો અપડેટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા માટે સ્વચ્છતા અને લોકડાઉનના અમલ માટે અનુશાસનની આવશ્યકતા વધુ હોય આ માટે એક્સ આર્મીમેનની સેવાઓ લેવાનો પણ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.