બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (12:35 IST)

રાજ્યમાં કડકડતી ઠંડી, 9.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથેઅમદાવાદ બન્યું સૌથી ઠંડુગાર

રાજ્યમાં સતત કડકડતી ઠંડી અનુભવાઇ રહી છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ધીરે-ધીરે વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. ગુજરાતમાં આખરે શિયાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૃ કરી દીધું છે અને ગત રાત્રિએ મોટાભાગના સ્થળોએ પારો 9.2 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જ્યારે નલિયામાં 5.8 ડિગ્રી સાથે લઘુતમ તાપમાન  ડીગ્રી સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. 
 
હવામાન ખાતાના આંકડા પ્રમાણે, મંગળવારે  ગાંધીનગર 6.5 ડિગ્રી, અમદાવાદ 9.2 ડિગ્રી, ડિસા- પાટણ 10 ડિગ્રી, મહુવા 10.1 ડિગ્રી, દીવ 10.2 ડિગ્રી, વડોદરા 10.4 ડિગ્રી, પોરબંદર 10.6 ડિગ્રી, અમરેલી- જુનાગઢ 11.8, રાજકોટ 12.3, સુરત 14 ડિગ્રી નોંધાયું હતુ. કચ્છના નલિયામાં પારો ગગડતાં 5.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, જે રાજ્યમાં સૌથી નીચુ તાપમાન રહ્યું છે.
 
ડિસેમ્બરનું એક અઠવાડિયું પસાર થઇ ગયું છે તેમ છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે, જેથી આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે.
 
અત્રે  ઉલ્લેખનીય છે કે સોમવારે લઘુત્તમ તાપમાનમાં 1 ડીગ્રીનો વધારો થતા તાપમાનનો પારો થીજી જવાના આરે પહોંચી ગયો છે. મહત્તમ તાપમાન 0.1 ડીગ્રી ઘટીને 21 ડીગ્રી નોંધાયું હતું.