ગુજરાતમાં 72 કલાક સુધી શીતલહેરની આગાહી.
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધતું જાય છે. ગઈકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10.5 સેલ્સિયસ નોંધાયુ હતું. હવામાનનની આગાહી કરનાર લોકોનું માનવું છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે.નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, બુધવારના રોજ દિવસ અને રાતના તાપમાનમાં વધારે ફેરફાર નહોતો જોવા મળ્યો. આગામી 72 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના અમુક છુટાછવાયા સ્થળોએ શીતલહેર જોવા મળશે. શુક્રવાર અને શનિવારના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે.IMD પ્રમાણે નલિયામાં સૌથી ઓછું તાપમાન 6.6C ડિગ્રી નોંધાયુ હતુ, ત્યારપથી ગાંધીનગર અને ડીસામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10.5 સેલ્સિયસ હતું.