શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 ઑક્ટોબર 2018 (12:52 IST)

ભાજપના પૂર્વ ધારાસભ્ય વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરાઈ

કચ્છની અબડાસા બેઠકના પૂર્વ MLA વિરૂદ્ધ દિલ્હીના દ્વારકા પોલીસ મથકે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીની એક મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ પણ છબીલ પટેલ અન્ય કેસમાં પણ ચર્ચાઓમાં આવેલા છે.  મહિલા દ્વારા છબીલ પટેલ વિરૂદ્ધ દુષ્કર્મ અને મહિલાના અશ્લીલ તસવીરો વાયરલ કરીને તેને અને તેના પરિવારને જાનથી મારીનાખવાની ધમકી અપવાની ફરિયાદ કરવામાં આવી છે. યુવતીએ પોલીસને કહ્યું કે, તે છબીલ પટેલ પાસે મદદની માંગ સાથે ગઇ ત્યારે તેને કેફી પીણું પીવડાવી બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

બીજેપીના નેતા જયંતિ ભાનુશાળી સામે સુરતની યુવતીએ બળાત્કારની ફરિયાદમાં છબીલ પટેલનું નામ બહાર આવ્યું હતું ફરિયાદીના પૂર્વ પતિના દાવા પ્રમાણે પીડિતા સાથે તેના 2015ની 29 ડિસેમ્બરે થયા હતા પણ દોઢ વર્ષના અરસામાં લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું હતું.ભૂતપૂર્વ પતિના આરોપ પ્રમાણે તે એવું કહેતી કે તું મને પૈસા આપે તો જ હું તારા ઘરે પાછી આવું. આ ઉપરાંત છૂટાછેટા માટે પણ મને ધમકીઓ પણ આપવામાં આવી હતી. પૂર્વ પતિએ એવા પણ આક્ષેપો કર્યા છે કે આ યુવતી લગ્ન બાદ પણ અલગ-અલગ લોકો સાથે શારીરિક સંબંધ ધરાવતી હતી અને અનેક રાજનેતાઓ પણ આ યુવતી સાથે ફસાઈ ચૂક્યા છે.