શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 16 માર્ચ 2020 (18:26 IST)

કોંગ્રેસે રાજીનામા આપનાર પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા

વિધાનસભાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા ચાર સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ તેમને પત્ર લખી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. સોમાભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જેવી કાકડિયા, પ્રવિણ મારુ અને મંગળભાઈ ગાવિતને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિએ સસ્પેન્ડ કર્યા છે.મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી  જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવીને તોડજોડની નીતિ અપનાવી ચૂક્યું છે. જેમાં ભાજપે સોમવારે કોંગ્રેસની પાંચમી વિકેટ પાડી દીધી છે. રવિવારે કોંગ્રેસમાંથી સાગમટા ચાર ધારાસભ્યોના રાજીનામા પડ્યા હતા અને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો.