શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022 (18:18 IST)

કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ ધરણા પર ઉતર્યા,CMના સચિવની ઓફિસ સામે લાંબા થઈ સુઈ ગયા

jashu patel
ગુજરાત સરકાર પ્રજાના કામ કરે છે કે નહીં, તેનું ઉદાહરણ આજે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જોવા મળ્યું છે. ગ્રામ્ય વિસ્તારના કાચાં રસ્તા, તૂટેલા રસ્તાનું સમારકામ કરાવી પાકા રસ્તાઓ બનાવવા જોબ નંબર ના ફાળવાતા હોવાની માંગ સાથે બાયડના કોંગી ધારાસભ્ય જશુ પટેલ ધરણાં પર બેસી ગયા હતા. ધરણાં કરતી વખતે જ ધારાસભ્ય જસુ પટેલે જણાવ્યું હતું કે, બે વર્ષમાં કુલ મળીને રૂપિયા 20 કરોડની રકમના રોડના જોબ નંબર સરકારે ફાળવ્યા નથી. મુખ્યમંત્રી અને અધિકારીઓને રજૂઆત કરી છતાં કોઈ સાંભળતું નથી. ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે એવા સંજોગોમાં મારા મત વિસ્તારમાં કાચા રોડના જે કામ મંજૂર કર્યા છે, પણ જોબ નંબર ન ફળવતા કામ શરૂ થઈ શક્યા નથી. લોકોને હાલાકી પડી રહી છે જેથી જોબ નંબર મેળવવા માટે અંતે ધરણા પર બેસવું પડ્યું છે.

ધારાસભ્ય જશુ પટેલની માંગણી છે કે, તેમના મત વિસ્તાર બાયડમાં 20 કરોડના રોડ રસ્તાના જોબ નંબર ફાળવવામાં આવ્યા નથી. રોડ રસ્તાના જોબ નંબર ન ફળવતા કામ શરૂ થઈ શકતા નથી. ચોમાસા દરમિયાન બાયડ વિસ્તારમાં રસ્તાની ખરાબ સ્થિતિ છે. સ્થાનિકોની માંગણી આધારે ધારાસભ્યએ રસ્તા મંજૂર કરાવ્યા હતા છતાં બે વર્ષથી રોડના જોબ નંબર ના ફાળવતા ધારાસભ્યને સચિવની ઓફીસ સામે ધરણાં પર બેસવાની ફરજ પડી હતી.ધારાસભ્ય જશુ પટેલ અગાઉ પણ આરોગ્ય આરોગ્ય કમિશનરની ઓફીસ સામે ઘરણાં પર બેઠા હતા. ધારાસભ્ય જશુ પટેલે તેમના વિસ્તારના આરોગ્ય કર્મચારીની બદલી માટે અધિકારીઓ તેમને વારંવાર ધક્કા ખવડાવતા હતા જેથી કંટાળીને ધારાસભ્યએ આરોગ્ય કમિશનરની ઓફીસ ખાતે જ ધરણાં પર બેસી ગયા હતા.