શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (12:54 IST)

ભાજપે મને ઘણું શીખવ્યું છે - વડોદરામાં રાહુલ ગાંધીનો સીધો સંવાદ

મધ્ય ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બીજા દિવસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. અકોટામાં સર સયાજી નગરગૃહમાં યુવાનો સાથે સંવાદ કરતા રાહુલે મોદી સરકારની નીતિઓ પર અનેક સવાલ ખડા કર્યા. રાહુલે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીનું માર્કેટિંગ ઘણું સારું છે, પરંતુ તેનો ગુજરાતની જનતાને કશોય ફાયદો નથી થયો.   ‘મોંઘવારીના મૂળમાં પેટ્રોલની કિંમત છે. દરેક વસ્તુની કિંમત પાછળ પેટ્રોલ-ડીઝલના ભાવ જવાબદાર હોય છે.

એક સમયે 140 ડોલર પ્રતિ બેરલ ભાવ આજે 50 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે પરંતુ ખબર નથી પડતી કે તેનો ફાયદો કોને જઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલને GST અંતર્ગત લાવો તેના ભાવ તરત જ નીચે આવી જશે. ’2014માં થયેલી હાર અંગે તેમણે કહ્યું કે, ‘આ હાર મારા માટે ખૂબ મહત્વની સાબિત થઈ છે. ભાજપે મને ટપારી ટપારીને મારી આંખો ખોલી દીધી છે. તેઓ ભલે કહે કે કોંગ્રેસ મુક્ત ભારત પરંતુ હું આવા અતિવાદમાં નથી માનતો રોજગારના મુદ્દે તેમણે કહ્યું કે, ‘દેશમાં આજે સેલ્ફી મૂવમેન્ટ જોરદાર ચાલે છે પરંતુ આ તો ચાઇનિઝ સેલ્ફી છે. હું ઇચ્છું છું કે ચાઇનામાં લોકો જે સેલ્ફી લે તે ભારતમાં બનેલા મોબાઇલ દ્વારા લે.’  2014ની હાર અંગે તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસને પોતાના પર અભિમાન આવ્યું હતું અને અમે લોકોથી દૂર થઈ ગયા હતા. 2012થી જ અમારો પક્ષ સામાન્ય નાગરીકથી દૂર થઈ રહ્યો હતો. અમે લોકો સાથેનું એટેચમેન્ટ ભૂલી ગયા હતા. અમારે લોકો સાથે સીધા જોડાઇ રહેવાની જરૂર હતી અને નાના-મધ્યમ કદની ઇન્ડસ્ટ્રીને વધુને વધુ વેપાર સર્જવાની તક આપી રોજગાર વધારવાની જરૂર હતી.જ્યારે આજે પણ વડોદરા ખાતે તેમણે કહ્યું કે, રાહુલે જણાવ્યું હતું કે, ગુજરાતના સીએમ તરીકે, અને હવે પીએમ તરીકે મોદીએ શિક્ષણના ક્ષેત્રમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપી તેને નફો રળવાનું ક્ષેત્ર બનાવી દીધું છે. ઓડિયન્સને સવાલ પૂછતા રાહુલે કહ્યું હતું કે, શું મોદીએ તમારે શું જોઈએ છે તે જાણવા તમારી સાથે ક્યારેય વાત પણ કરી છે? ગુજરાતમાં આજે ક્ષિક્ષણ ક્ષેત્રે ખાનગી ક્ષેત્રનો ઈજારો પ્રવર્તી રહ્યો છે. રાહુલે કહ્યું હતું કે, અમારો ધ્યેય શિક્ષણ, હેલ્થકેર સિસ્ટમ પર રહેશે.ભારતની ખરી સમસ્યા બેરોજગારી છે, પરંતુ તેની કોઈ ચર્ચા નથી કરતું તેમ રાહુલે જણાવ્યું હતું. પીએમ પર પ્રહારો કરતા રાહુલે કહ્યું હતું કે, નોકરીઓ ઉભી કરવામાં તેમનું ધ્યાન નથી. આપણી સેલ્ફી પણ મેડ ઈન ચાઈના છે. હું ઈચ્છું છું કે, ચીનના યુવાનો પણ સેલ્ફી લે, ત્યારે તે સેલ્ફી ભારતમાં બનેલા મોબાઈલ દ્વારા લેવાઈ હોય. ગુજરાતમાં કે વડોદરામાં બનેલા મોબાઈલથી લેવાઈ હોય.સ્ત્રી સશક્તિકરણ અંગે સરકાર પર નિશાન તાકતા રાહુલે કહ્યું હતું કે, યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા મામલે ગુજરાત દેશની ટોપ 10 યુનિવર્સિટીમાં ક્યાંય નથી આવતું. રાહુલે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે, સંઘમાં પણ કેટલી મહિલાઓ છે? શું તમે શાખામાં ક્યારેય કોઈ મહિલાઓ જોઈ છે? પત્રકાર ગૌરી લંકેશનો મુદ્દો ઉઠાવતા રાહુલે કહ્યું હતું કે, તેમની હત્યા લોકોમાં ભય ફેલાવવા માટે કરવામાં આવી. કોંગ્રેસના ઉપાધ્યક્ષે કહ્યું હતું કે, સત્ય બહાર આવી રહ્યું છે, અને પીએમ તેનાથી અસહજતા અનુભવી રહ્યા છે.