શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 જુલાઈ 2023 (15:21 IST)

રાહુલ ગાંધીનો ફેન, વડોદરામાં રીક્ષા ભાડામાં 18 ટકા રાહત આપે છે.

rahul fan
દેશભરમાં જીસેટીને લઇને વેપારીઓના ધંધા ઉપર અસર પડી છે. જેને લઇને વેપારીઓ દ્વારા જીએસટીનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો હતો. જોકે જીએસટીને લઇને વધતા વિરોધને લઇને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની ટકાવારીમાં ઘટાડો કરી દીધો છે. તેમ છતાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં કોઇ ખાસ ઘટડો થયો નથી. ત્યારે આજે રાહુલ ગાંધી વડોદરાના મહેમાન બન્યાં છે. તેવા સમયે તેમના એક ફેન દ્વારા તેઓના આગમન ટાણે પોતાની રિક્ષામાં મુસાફરી કરતા પેસેન્જરોને ભાડામાં 18 ટકાની રાહત આપી છે. ફિરોઝ મોમીન છેલ્લા ઘણા સમયથી ઓટોરીક્ષા ચલાવાનો વ્યવસાય કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. જોકે ફિરોઝ રાહુલ ગાંધીનો ખૂબ મોટો ફેન હોવાનુ જણાવે છે, જેથી આજે જ્યારે રાહુલ ગાંધી શહેરના મહેમાન બન્યા છે ત્યારે પોતાની રીક્ષામાં મુસાફરી કરનાર પેસેન્જર્સને ભાડામાં 18 ટકાની રાહત આપતી જાહેરાત રાહુલ ગાંધીના ફોટા સાથે રીક્ષા ઉપર લગાવી છે.