શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 જાન્યુઆરી 2022 (09:53 IST)

રાજ્યમાં મંદિરોને કોરોનાનું ગ્રહણ- 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ વધતા જગતમંદિર અને બેટ દ્વારકા 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. મંદિરમાં પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ ભગવાન શ્રીજીની પૂજા અને આરતી કરશે.
 
ચોટીલા મંદિરમાં આરતીમાં લોકોને પ્રવેશ નહિં મળે, પણ દર્શન ચાલુ જ રહેશે, આ દરમિયાન બધા મંદિરોમાં ઓનલાઈન આરતીથી દર્શન થઈ શકશે. 
 
રાજયમાં દિનપ્રતિદિન કોરોનાં કેસ વધતા રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં અને ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં 150 વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે તેવા નિયંત્રણો તા.22 જાન્યુઆરી સુધી મુકવામાં આવ્યા છે. 

મંદિર કઈ તારીખથી કઈ તારીખ સુધી બંધ રહેશે

  • દ્વારકા - 17-23 જાન્યુઆરી
  • બેટ દ્વારકા - 17-23 જાન્યુઆરી
  • બહુચરાજી - 17-22 જાન્યુઆરી
  • ડાકોર - 17 જાન્યુઆરી
  • શામળાજી - 17 જાન્યુઆરી
  • પાવાગઢ, સારંગપુર અને ચોટીલા મંદિર ચાલુ જ રહેશે.