અમદાવાદમાં લોકડાઉનની શક્યતાને પગલે શહેરના મોલ અને બજારોમાં ખરીદી માટેની ભીડ ઉમટી

lockdonw preparation
Last Modified મંગળવાર, 6 એપ્રિલ 2021 (17:40 IST)

હાઇકોર્ટે સરકારને કોરોના ના વધતા કેસને લઈને લોકડાઉન કરવા નિર્દેશ કર્યો છે જેને લઈને સરકાર દ્વારા લોકડાઉન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદીઓ લોકડાઉન નું નામ સાંભળતા શહેરના બજારો અને મોલમાં ખરીદી માટે ઉમટી પડ્યા છે.શહેરના પૂર્વ અને પશ્ચિમ અને વિસ્તારોમાં ખરીદી માટે લોકોના ટોળા ઉમટ્યા છે.
lockdonw preparation

ગત વર્ષે અચાનક જ લોકડાઉંન જાહેર કરાતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે આ વર્ષે લોકડાઉન અંગે ચર્ચા ચાલુ થતાં જ શહેરીજનો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ભર બપોરે બજાર અને મોલમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.લોકોમાં લોકડાઉનને લઈને ડર છે જેને પગલે શહેરના મોલ અને બજારમાં ખરીદી માટે લાઇનો લાગી છે.શાક માર્કેટમાં પણ લોકો શાકની એક સાથે વધુ પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ માધુપુરા અને કાલુપુરના બજારમાં કરિયાણા અને શાક ભાજીની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યાં છે જ્યારે પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોલ અને શાક માર્કેટમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોલમાં લોકો 30-40 મિનિટ સુધી બહાર લાઈનમાં ઊભા રહીને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે ઉભા છે.લોકોમાં.ગર વર્ષ જેવું લોકડાઉન આવવાની બીક છે.રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન અંગે નિર્ણય કરવામાં આવે તે બાદ બજારમાં હજુ પણ ખરીદી માટેની વધવાની શક્યતા છે.આ પણ વાંચો :