કોરોનાએ વટાવી તમામ હદો: ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર રેકોર્ડબ્રેક 4021 કેસ નોંધાયા, 35ના મોત

corona
Last Updated: ગુરુવાર, 8 એપ્રિલ 2021 (21:16 IST)
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. આજે સતત ત્રીજા દિવસે કોરોનાનો આંકડો 3 હજારને પાર થઇ ગયો હતો. સોમવારે 3160 કેસ, મંગળવારે 3280 અને બુધવારે 3575 નોંધાયા હતા, જ્યારે આજે રેકોર્ડબ્રેક 4021 કોરોના કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે.

રાજ્યમાં 4021 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2297 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,07,346 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 92.44 ટકાએ પહોંચ્યો હતો.

corona
અત્યાર સુધીમાં 74,04,864 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 9,27,976 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 83,32,840 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 2,17,929 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,100 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 20,473 એક્ટિવ દર્દી છે, જે પૈકી 182 લોકો વેન્ટિલેટર પર છે અને 20,291 લોકો સ્ટેબલ છે. 3,07,346 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4655 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 35 લોકોનાં દુખદ નિધન થયા છે. સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8, અમદાવાદ 1, રાજકોટ કોર્પોરેશનમાં 2, રાજકોટ 1, વડોદરા કોર્પોરેશનમાં 2, વડોદરા 1, અમરેલી 1, ભરૂચ 1, ભાનગર 1, જામનગર 1, મહેસાણા 1 આ પ્રકારે કુલ 35 લોકોનાં મોત નિપજ્યાં છે.


આ પણ વાંચો :