મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (22:40 IST)

Corona Gujarat Updates - રાજ્યમાં કોરોના આતંક યથાવત, આજે નોંધાયા આટલા કેસ, આટલો થયો રિકવરી રેટ

છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. રાજ્યમાં આજે નવા 16,467 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 17,467 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,48,405 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને 86.77 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,43,811 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 
 
અમદાવાદમાં 5,386,વડોદરામાં 3,802,સુરતમાં 1,476,રાજકોટમાં 1,376,ગાંધીનગરમાં 480,જામનગરમાં 446,ભાવનગરમાં 315,મહેસાણામાં 277,ભરૂચમાં 273,રાજકોટ ગ્રામ્યમાં 273,મોરબીમાં 254,કચ્છમાં 244,વલસાડમાં 238,પાટણમાં 196,બનાસકાંઠામાં 172,સાબરકાંઠામાં 159,આણંદમાં 156,નવસારીમાં 154,અમરેલીમાં 151,જૂનાગઢમાં 149,ખેડામાં 136,સુરેન્દ્રનગરમાં 124,પંચમહાલમાં 98,તાપીમાં 77,દાહોદમાં 41,ગીર-સોમનાથમાં 38,પોરબંદરમાં 27,દેવભૂમિ દ્વારકામાં 22,છોટા ઉદેપુરમાં 20,મહીસાગરમાં 16,નર્મદામાં 13, ડાંગમાં 10 અને અરવલ્લીમાં 9 કેસ નોંધાયા છે.
 
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 134261 કુલ કેસ છે. જે પૈકી 255 વેન્ટિલેટર પર છે. 134006 નાગરિકો સ્ટેબલ છે. 9,48,405 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ તઇ ચુક્યા છે. 10302 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. જ્યારે આજે સૌથી વધુ 28 લોકોના મોત થયા છે. 
 
આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 30 ને પ્રથમ 485 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6007ને પ્રથમ 24891 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 29683 ને પ્રથમ 70579 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 46626 રસીના ડોઝ જ્યારે 65510 ને પ્રીકોર્શન ડોઝ અપાયો છે. આ પ્રકારે કુલ 2,43,811 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 9,67,59,428 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.