સોમવાર, 4 ડિસેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 માર્ચ 2023 (00:25 IST)

ગુજરાતમાં કોરોનાની દસ્તક - એક જ દિવસમાં 90 કેસ, રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 336 ને પાર

રાજ્યમાં ફરી કોરોના વાયરસ વકરી રહ્યો છે.  લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓનો રાફડો ફાટ્યો છે. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90 કેસ નોંધાયા છે.  જેમાં સૌથી વધુ 49 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં 22 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 336 ને પાર થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. 
 
ગુજરાતમાં ક્યાં કેટલા કોરોનાના કેસ  
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ 49 નોંધાયા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં 10, રાજકોટ જિલ્લામાં 10, સુરતમાં 6, સાબરકાંઠામાં 5, વડોદરામાં 5, પોરબંદરમાં 2, અમરેલીમાં 1, ભરૂચ 1 અને વલસાડમાં 1  કેસ નોંધાયો છે.
 
નિષ્ણાતોનું કહેવુ છે કે આ વાઈરસ પણ અન્ય વાઈરસની જેમ સામાન્ય વાઈરસ જ છે. લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. કોરોના સમયે જેવી રીતે સાવચેતી રાખવામાં આવતી હતી તેવી જ સાવચેતી લોકોએ રાખવી પડશે, પરંતુ વાઇરસથી ડરવાની જરૂર નથી.