ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: પુણે: , ગુરુવાર, 16 માર્ચ 2023 (00:05 IST)

મહારાષ્ટ્રઃ પુણેમાં IT એન્જિનિયરે પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ ખુદને લગાવી ફાંસી, જાણો સમગ્ર મામલો

crime
મહારાષ્ટ્રના પુણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક આઈટી એન્જિનિયરે પોતાની પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ ફાંસી લગાવી દીધી હતી. આ મામલો પુણેના ઓંધ વિસ્તારનો છે, જ્યાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
 
મૃતક કોમ્પ્યુટર એન્જિનિયરની ઓળખ સુદીપ્તો ગાંગુલી (ઉંમર 44, રહેઠાણ ડીપી રોડ, ઓયનાંદ) તરીકે થઈ છે. બુધવારે બપોરે જાણવા મળ્યું હતું કે સુદીપ્તોએ તેની પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો.