રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (15:07 IST)

Maharashtra Cylinder Blast: ગૈસ લઈ જઈ રહ્યા ટ્રકને પલટવાથી લાગી ભીષણ આગ (Video)

Maharashtra Cylinder Blast: મહારાષ્ટ્રના મનમાડમાં ગેસ સિલિંડર જઈ રહ્યા એક ટ્રકના પલટી જવાથી ભીષણ આગ લાગી ગઈ. આગ લાગી ગયા પછી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયુ છે. વીડિયોમાં ટ્રકમાં આગ લાગ્યા પછી ગેસ સિલિંડર હવામાં ઉડતા જોઈ શકાય છે. રિપોર્ટસના મુજબ મનમાડની પાસે પુણે- ઈંદોર હાઈવે પર ગેસ સિલિંડર લઈ જઈ રહ્યુ ટ્રક પલટી ગયુ. જે પછી આગ લાગી ગઈ. જણાવવામાં આવી રહ્યુ છે કે ટ્રકમાં ગેસ ભરેલા 200 જેટલા સિલિન્ડર ભરાયા હતા.
 
સિલિન્ડર રોકેટની જેમ ફાયર થયો
ચાંદવડ તાલુકાના કાંડગાંવ શિવારમાં મનમાડ-માલેગાંવ રોડ પર આજે ટાયર ફાટતાં હાઇડ્રોજન સિલિન્ડર વહન કરી રહેલી ટ્રક રસ્તાની બાજુના નાળામાં પલટી ગઈ હતી. તેમાં આગ લાગી અને સિલિન્ડર ફાટ્યો. કહેવાય છે કે ટ્રકમાં ગેસથી ભરેલા લગભગ 200 સિલિન્ડર છે.