શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (12:50 IST)

Valsad- વિદ્યાર્થીનીઓના ન્હાતા વીડિયો બનાવાયા

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પંજાબના મોહાલીવાળી ઘટના બની છે. વલસાડના ધરમપુરની એક શાળાની વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી છે કે, રસોઈયો વિદ્યાર્થિનીઓના ન્હાતા ફોટો, વીડિયો બનાવે છે. આટલુ જ નહિ, આ રસોઈયો વિદ્યાર્થિનીઓને અસભ્ય વાતો કહેતો હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે. ત્યારે વાલીઓ અને વિધાર્થીઓ શાળાએ ભેગા થઈને આ મામલે હોબાળો કર્યો હતો. વિધાર્થીનીઓને રસોઈયો હેરાન કરતો હોવાની ધરમપુર PSI ને લેખિત ફરિયાદ કરાઈ છે 
 
ધરમપુરના ઓઝરપાડા સ્થિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા, કરચોંડ તથા ધરમપુરમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ગઈકાલે હોબાળો મચાવ્યો હતો. તેઓએ શાળાના મેનુ મુજબના ભોજન નહીં મળતું હોવાની ફરિયાદ કરી. તેમજ શાળાનો રસોઈયો વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તન કરતો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો