શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 એપ્રિલ 2021 (21:29 IST)

કોરોના મૃતકના પરિજન બિલ ચૂકવી ન શકતાં હોસ્પિટલે જપ્ત કરી લીધી કાર, કહ્યું બિલ ચૂકવીને લઇ જજો

કોરોનાના કહેર વચ્ચે લોકો પરેશાન છે, સાથે જ હચમચાવી દેનાર કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આ કેસ ગુજરાતના વાપી શહેરનો છે, જ્યાં ખાનગી હોસ્પિટલનું બિલ ન ચૂકવતાં કોરોના પોઝિટિવ મૃતકની લાશ તેના પરિજનોને આપવાની ના પાડી દીધી. પરિવારે જ્યારે કહ્યું કે તે જલદી જ પૈસા ચૂકવી દેશે તો હોસ્પિટલે તેમની કાર એમ કહીને જ્પ્ત કરી લીધી કે જ્યારે બિલ ચૂકવવા આવો ત્યારે કાર લઇ જજો. 
 
મળતી માહિતી અનુસાર વાપીના સરીગામના રહેવાસી એક કોરોના દર્દીને લગભગ એક અઠવાડિયા પહેલાં વાપીની સેંચુરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીનું મંગળવારે સવારે મોત થયું હતું. પરંતુ હોસ્પિટલે લાશ આપવા માટે બાકી બિલ ચૂકવવાની વાત કહી. જ્યારે મૃતકના પરિજનોએ કહ્યું કે પૈસાની વ્યવસ્થા કરી રહ્યા છે, પરંતુ ત્યાં સુધી લાશના અંતિમ સંસ્કાર કરવા દો. ત્યારે હોસ્પિટલે તેમની કાર ગિરવે મુકવાની વાત કહી. 
 
સામાન્ય રીતે જો કોવિડના સારવાર દરમિયાન કોઇ દર્દીનું મોત થઇ જાય છે તો કોવિડ પ્રોટોકોલ મુજબ હોસ્પિટલને લાશ અંતિમગૃહ સુધી પહોંચાડીને તેના અંતિમ સંસ્કાર કરવાના હોય છે. પરંતુ અહીં પરિસ્થિતિ એકદમ ઉલટી હતી. 
 
મામલો મીડીયા સુધી પહોંચ્યા બાદ જ્યારે હોસ્પિટલના તંત્રની કિરકિરી થવા લાગી તો હોપ્સિટલના એમડી ક્ષય નાડકર્ણીએ કહ્યું કે તેમને કાર ગિરવે મુકવાની વાત ખબર નથી. સમગ્ર વાતની જાણ થતાં તેમણે સ્ટાફને તાત્કાલિકા કાર પરત કરવાનો આદેશ આપ્યો. તે ઉપરાંત કોરોના પ્રોટોકોલ હેઠળ મૃતકની લાશ સ્મશાન ગૃહ સુધી પહોંચાડી હતી