મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 14 એપ્રિલ 2021 (18:30 IST)

પ્લેબેક સિંગરની પુત્રીનુ યૌન શોષણ, પાદરી સહિત ચાર લોકો પર આરોપ

તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં એક સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે.  હૈદરાબાદની રહેનારી એક જાણીતી પ્લેબેક સિંગરે કિલપુક ઓલ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતની પુત્રી સાથે થયેલ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેમા એક પાદરી પણ સામેલ છે. 
 
આરોપ છે કે 15 વર્ષની સગીર પોતાની કાકી સાથે રહેતી હતી. તેની કાકી, કાકા અને એક સંબંધીએ તેનુ યૌન શોષણ કર્યુ. સગીરે યૌન શોષણ કરનારાઓમાં એક પાદરીનુ નામ લીધુ છે. એ છોકરીનુ કહેવુ છે કે કિલપુકના અલાઈવ ચર્ચના પાદરી હેનરી પણ તેનુ યૌન શોષણ કરતા હતા. 
 
પીડિતાની માતાએ કહ્યુ કે 15 વર્ષીય યુવતીનુ છેલ્લા આઠ વર્ષમાં અનેકવાર યૌન શોષણ કરવામાં આવ્યુ હતુ. જ્યારથી તે ચેન્નઈમાં પોતાની કાકી સાથે રહેતી હતી. પોલીસે POSCSO ની અનેક ધારાઓ હેઠળ મામલો નોંધવમાં આવ્યો છે અને તપાસ શરૂ કરી છે.