સંબંધિત સમાચાર
- ગુજરાત એસ.ટી. નિગમ સમગ્ર દેશમાં મોખરે, સતત ત્રીજા વર્ષે ભારત સરકારનો એવોર્ડ મેળવી ગુજરાતની હેટ્રીક
- કોરોના વાઇરસ : પાકિસ્તાનમાં ફસાયેલા ગોધરાના 26 મુસ્લિમોની ભારત સરકારને અરજ
- દાદીના ઠપકાથી પરેશાન હતો સગીર પૌત્ર, ટીવી સીરિયલ જોઈને કરી દાદીની હત્યા
- રાજ્યમાં કોરોનાના સંક્રમણની વચ્ચે હીટવેવની દહેશત, અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો
- PM-CMની અપીલોને ભાજપના નેતાઓ ઘોળીને પી ગયા,પાટીલે હવે આંબેડકર જયંતીની ઉજવણીના નામે ભીડ ભેગી કરી
ભારત સરકાર રેમડેસીવીરનું ઉત્પાદન વધારવા અને કિંમત ઘટાડવા પર કામ કરી રહી છે: કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા
કેન્દ્રીય પોર્ટ્સ, શીપીંગ અને વોટરવેઝ(સ્વ.હ.), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સમંત્રીશ્રી મનસુખ માંડવિયા દ્વારા રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે ઉભી થયેલી સ્થિતિને જોતા રેમડેસીવીર ઉત્પાદકો સાથે તા. ૧૨ અને ૧૩ માર્ચના રોજ ઉચ્ચ કક્ષાની મીટીંગ થઈ હતી. જેમાં, રેમડેસીવીરના ઉત્પાદન/સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયો લેવાયા.
હાલમાં દેશના સાત રેમડેસીવીર ઉત્પાદકોની ક્ષમતા ૩૮ લાખ વાઇલ પ્રતિમાસ છે.
વધારાની ૭ સાઈટ પર ૧૦ લાખ વાઇલ પ્રતિમાસની પ્રોડક્શન કેપેસીટી ધરાવતા ૬ ઉત્પાદકોને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટ-ટ્રેક એપ્રુવલ આપી દેવામાં આવી છે. બીજી વધારાની ૩૦ લાખ વાઇલ પ્રતિમાસની વ્યવસ્થા પણ ઉભી કરાઈ રહી છે. જેથી રેમડેસીવીરની ઉત્પાદન ક્ષમતા ૭૮ લાખ વાઇલ પ્રતિમાસ નો ધરખમ વધારો થશે.
તા. ૧૧ એપ્રિલ ૨૦૨૧માં રોજ DGFTદ્વારા રેમડેસીવીર પર તેના APIઅને ફોર્મ્યુલેશન માટે નિકાસ પ્રતિબંધિત કરાયો હતો. સરકારનાં હસ્તક્ષેપથી, રેમડેસીવીરના લગભગ ૪ લાખ વાઇલ, કે જે એક્સપોર્ટ માટે બનાવાઈ રહી હતી, તેને સ્થાનિક/ઘરેલું માર્કેટની જરૂરીયાત માટે ડાયવર્ટ કરાઈ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમોદીના કોવિડ સામેની લડાઇમાં સાથે જોડાતાં રેમડેસીવીરના ઉત્પાદનકર્તાઓને સ્વેચ્છાએ રેમડેસીવીરનો ભાવ રૂ.૩૫૦૦ થી ઓછી કિંમતે આ અઠવાડિયાના અંત સુધીમાં ધટાડી દેશે. રેમડેસીવીરના ઉત્પાદકર્તાઓને સરકાર દ્વારા હોસ્પીટલોને જ પુરવઠો પૂરો પાડવા પ્રાધાન્યતા આપવા માટે નિર્દેશો અપાયા છે.DGGIદ્વારા ભારત અને રાજયની એનફ્રૌર્સમેન્ટ ઓથોરીટીને કાળા બજારી,સંગ્રહખોરી અને ભાવ વધારો રોકવા માટે ઝડપી પગલાં લેવા માટે નિર્દેશો અપાયા છે. National Pharmaceutical Pricing Authority (NPPA)રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે સતત મોનીટરીંગ કરી રહ્યુ છે.
