શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 6 એપ્રિલ 2021 (19:35 IST)

કોરોનાથી સૂરતનો ઘૂંટી રહ્યો છે દમ, બધી હોસ્પિટલોએ કોરોનાના ગંભીર દર્દીઓને દાખલ કરવાનો કર્યો ઈંકાર

કોરોનાના વધતા મામલા વચ્ચે સૂરતમાં ગંભીર દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે પરિસ્થિતિ એટલી ખરાબ છે તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે હવે અહી કોરોનાના ગંભીર દરદીઓને એડમીટ કરવાની બધા હોસ્પિટલ ના પાડી રહ્યા છે. એટલુ જ નહી મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલે પણ કોરોના દર્દીઓને દાખલ કરવાની ના પાડી દીધી છે. 
 
હવએ આવામાં સિવિલ હોસ્પિટલ જ લોકોની એકમાત્ર આશા બચી છે. પણ અહી પણ દર્દીઓની ભારે ભીડ ઉમડી પડી છે. પરેશાની એ છે કે દર્દીઓની સંખ્યા એકાએક વધવાથી અહી ગંભીર દરદીઓને સમયસર સારવાર મળી નથી રહી. જેનુ મુખ્ય કારણ છે હોસ્પિટલમાં સ્ટાફની સીમિત સંખ્યા. આવામાં દરદી સ્ટ્રેચર પર જ દમ તોડવા લાગ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે 1000 બેડનો કોરોના હોસ્પિટલ પણ હવે પુર્ણ ભરવાના કગાર પર છે. કારણ કે 900 ગંભીર દરદીઓને અત્યાર સુધી દાખલ કરવામાં આવી ચુક્યા છે.