શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (15:02 IST)

ગુજરાતમાં 12 જાન્યુઆરીએ આવેલો વેક્સિનનો જથ્થો 1લી મેએ એક્સપાયર થશે

પુણેથી કોરોના વેક્સિનનું અમદાવાદ એરપોર્ટમાં આગમન થયું છે. ગુજરાતમાં હાલમાં કુલ સીરમ કોવિશીલ્ડ વેક્સિનનો કુલ 2 લાખ 76 હજારનો જથ્થો આવ્યો છે. જેમાથી 1 લાખ 20 હજાર વેક્સિન અમદાવાદ અસારવા સિવિલ જ્યારે 96 હજાર વેક્સિનનો જથ્થો ગાંધીનગર સિવિલ પહોંચ્યો છે. ગુજરાતમાં આવેલી વેસ્કિનને લઈને સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉઠયા છે. જેમ કે, વેક્સિન ફ્રી છે કે નહીં, કેવી રીતે વેક્સિન મળશે? વેક્સિનને રાખવા માટે શું વ્યવસ્થા કરાઈ છે વગેરે. ત્યારે આજે અમે આ લેખના માધ્યમથી વેક્સિનને લખતી કેટલીક માહિતીઓ આપી રહ્યા છીએ. ગુજરાતને મળેલા વેક્સિનના જથ્થાની વેલિડિટી 6 મહિના સુધીની જ છે. એરપોર્ટ પર આવેલા બોક્સમાં છપાયેલી માહિતી અનુસાર, વેક્સિન મેનુફેક્ચરી 3/11/2020ની છે, જ્યારે તેની એક્સપાયર તારીખ 1/05/2021 દર્શાવવામાં આવી છે. એટલે કે આજે આવેલી વેક્સિન મે મહિના સુધી જ યોગ્ય રહેશે. ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકશે નહીં. વેક્સિનના એક બોક્સમાં 12 શીશીઓ(વાયલ) છે. અને આ વેક્સિન નોટ ફોર સેલ છે, એટલે કે આને રિટેલ માર્કેટમાં વેચવામાં નહીં આવે. વેક્સિન અમદાવાદ આવે તે પહેલા જ તેના સ્ટોરેજ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. અસારવા સિવિલમાં પણ વેક્સિન માટે સ્પેશિયલ સ્ટોરેજ રૂમ બનાવવામાં આવ્યો છે. આ વેક્સિન 2ડિગ્રીc અને 8ડિગ્રીc કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે. વેક્સિનના બોક્સમાં ખાસ સૂચના આપવામાં આવી છે કે, કોઈપણ વ્યક્તિને વેક્સિન લેવા માટે સૌથી પહેલા ડોક્ટરની મેડિકલ પ્રિસ્ક્રિપ્શન હોવું જરૂરી છે. તે સિવાય વેસ્કિન આપવામાં આવશે નહીં. ગુજરાતમાં આવેલા વેક્સિનના 23 બોક્સમાંથી 10 બોક્સ અમદાવાદ અસારવા સિવિલ પહોંચ્યા છે. સરકારને વેક્સિનનો એક ડોઝ 200 રૂપિયામાં પડશે. 16 જાન્યુઆરીથી વેક્સિન આપવાનું શરૂ કરશે. જેમા સૌથી પહેલા હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વોરિયરને રસી અપાશે. વેસ્કિનનો બીજો જથ્થો પુણેથી કોલ્ડ ચેઇનમાં સુરત વડોદરા ખાતે મોકવામાં આવશે. જેમા સુરતમાં 93500નો જથ્થો જ્યારે વડોદરા ખાતે 95450 જથ્થો પહોંચાડવામાં આવશે. રાજકોટ માટે 77000નો જથ્થો બાય રોડ પહોંચશે. 16 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોંફરન્સથી આરોગ્ય કર્મચારી સાથે વાતચીત કરવામાં આવશે. આ જથ્થો પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા અનુમાર્ગદર્શન બાદ અન્ય જથ્થો આપવામાં આવશે.