બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 28 માર્ચ 2020 (20:13 IST)

ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિતના 2 નવા કેસ, કુલ આંકડો 55

આજે કોરોના ના બે પોઝિટિવ કેસ, પોઝિટિવ કેસનો આંકડો 55 પર પહોંચ્યો, ગીર સોમનાથ ઉપરાંત ગાંધીનગરના એક વ્યક્તિનો પણ કેસ પોઝિટિવ ,72 કેસ નો રિપોર્ટ આવ્યો નેગેટિવ. જામનગરની લેબમા કુલ 7 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ
 
પોરબંદરના 4 અને ભુજનો 1 રિપોર્ટ નેગેટીવ
 
જામનગર અને દેવભુમિ દ્વારકાનો 1 - 1 રિપોર્ટ નેગેટીવ
 
જામનગરની લેબ માં આવેલ તમામ રિપોર્ટ નેગેટિવ. તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને હાશકારો
ગુજરાત રાજ્યમાં વધુ 2 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 55 પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું છેકે. અમદાવાદમાં 3, વડોદરા, ગાંધીનગર અને મહેસાણા 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 5 એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં 18, વડોદરામાં 9, રાજકોટમાં 8, ગાંધીનગરમાં 8, સુરત  7 જ્યારે કચ્છ,  ભાવનગર અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ  આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છેકે, રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે. 22 તારીખીથી ફ્લાઇટ બંધ છે પરંતુ એ પહેલા ઘણા લોકો ગુજરાતમાં આવ્યા હતા. તેથી આગામી 10-14 દિવસમાં કેસમાં વધારો થઇ શકે છે. હાલ કુલ 19,340 લોકો ક્વોરોન્ટાઇનમાં છે અને ક્વોરોન્ટાઇનનો સમય પૂરો થવાથી આ સંખ્યા ઘટશે. જોકે સરકારી ક્વોરોન્ટાઇનના કેસોમાં વધારો થયો છે. 657 લોકોને સરકારી ક્વોરોન્ટાઇન કરવા પડ્યા છે.