શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 મે 2020 (14:00 IST)

ગુજરાતમાં કોરોનાના 11,380 કેસમાંથી 4,499 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 350થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. કુલ 391 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. અને 34 દર્દીના મોત થયા છે. જ્યારે 191 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં 11,380 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 659 થયો છે જ્યારે 4,499 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકાડાઉન 4ની ગાઈડલાઇન જાહેર કરવામાં આવ્યા બાદ ગુજરાતમાં લોકડાઉન 4નો અમલ અને છૂટછાટ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી બે તબક્કામાં ઉચ્ચ અધિકારીઓ સાથે કોન્ફરન્સ કરવાના છે. પ્રથમ તબક્કામાં સવારે 11 વાગ્યે 4 મનપા કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજાશે જ્યારે બીજા તબક્કામાં સાંજે તમામ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરવામાં આવશે. આ બેઠક પૂર્ણ થયા બાદ મોડી સાંજે લોકડાઉન અને છૂટછાટનો નિર્ણય જાહેર થઇ શકે છે.