મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 જુલાઈ 2020 (13:55 IST)

અમદાવાદ સિવિલના 12 તબીબ સુરતની કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવશે

સુરત માં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે કોરોનાથી લોકોને બચાવનારા તબીબો પોતે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના 12 તબીબો સુરતમાં ફરજ બજાવશે.  મળતી માહિતી મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલના 12 તબીબ સુરતની કોવિડ 19 હોસ્પિટલમાં ફરજ બજાવશે. આ તબીબોને વિવિધ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલના કેટલાક તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી અમદાવાદમાં જ કોરોનાનો પ્રકોપ વધુ જોવા મળતો હતો પરંતુ હવે સુરતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ રાજ્યમાં હાલ કોરોનાના કેસ 41,906 થયા છે. જેમાં સુરતમાં કોરોનાના કુલ કેસ 7828 થયા છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાથી 220 લોકોના મૃત્યુ થયા છે.