શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020 (14:10 IST)

ડૉક્ટરોની ચેતવણીઃ માસ્ક પહેરીને ગરબા રમવા જોખમી, મંજુરી માટે સરકાર અસમંજસમાં

કોરોનાના સંક્રમણને કારણે નવરાત્રીને લઇને રાજ્ય સરકાર પણ હજુ અસમંજશની સ્થિતીમાં છે પણ ખેલૈયાઓ ગરબે ઝૂમવા થનગની રહ્યાં છે.જોકે, ડોક્ટરોએ એવી ચિંતા વ્યક્ત કરી છેકે, ઘણાં લોકોને એવી સમજ પ્રવર્તી રહી છેકે, કોરોનાથી બચવા માસ્ક પહેરીને ગરબા રમીશું પણ એવુ નથી. માસ્ક પહેરીને ગરબા રમવુ એ જોખમી બની શકે છે કેમકે, ગરબા રમો એટલે હાર્ટબીટ વધે, સાથે સાથે શ્વાસોશ્વાસની ક્રિયા પણ ઝડપી બને.આ સંજોગોમાં ખેલૈયાએ માસ્ક પહેર્યુ હોય તો ગભરામણનો અહેસાસ થશે.જેના કારણે ખૈલૈયા જો માસ્ક નહી પહેરે તો,કોરોનાનું સંક્રમણ થઇ શકે છે. માસ્ક પહેરો તો પણ અને ન પહેરો તો પણ જોખમ છે.ટૂંકમાં, નવરાત્રીમાં કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા વધુ છે.  ગુજરાતમાં નવરાત્રી ન યોજવા અમદાવાદ મેડિકલ એશોસિએશન માંગ કરી ચૂક્યુ છે ત્યારે હવે ગુજરાત નર્સિગ યુનિયને પણ સરકાર સમક્ષ નવરાત્રીની મંજૂરી ન આપવા માંગણી કરી છે. તેમની માંગ છેકે, જો સરકાર નવરાત્રીની મંજૂરી આપશે તો,રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની તમામ મહેનત પર પાણી ફરી વળશે.અત્યાર સુધીમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં ફરજ બજાવતી ૧૦૪ નર્સ કોરોનાથી સંક્રમિત થઇ છે. એટલું જ નહીં, એક નર્સનુ મોત નિપજ્યુ છે. હાલમાં ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓ જીવના જોખમે હોસ્પિટલોમાં કામ કરીને કોરોનાને કાબૂમાં લેવા પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે નવરાત્રી ન યોજાય તે  જ હિતાવહ છે.  આ તરફ, ગુજરાત માઇક્રોબાયોલોજિસ્ટ એન્ડ પેથોલોજિસ્ટ એસોસિએશનના સભ્યનું કહેવુ છેકે, નવરાત્રીમાં કોરોનાનુ સંક્રમણ વધી શકે છે કેમકે, ગરબા સ્થળે ધુળ ઉડે તો ખાંસી-છીકને લીધે ખેલૈયાઓ સંક્રમિત થઇ શકે છે. એક વ્યક્તિ છીંક ખાય તો તેમાં એક લાખ રજકણો હોય છે. એટલું જ નહીં, છીંક આવે તો ૧૦૦ કિમીની ઝડપે રજકણો ફેલાય છે. ઉદાહરણ તરીકે, વ્યક્તિએ એક રૂમમાંથી છીંક ખાધી હોય તો તે રજકણો ત્રીજા રૂમ સુધી પહોંચે છે. એટલે કે એક વ્યક્તિ આસપાસના દસેક વ્યક્તિને સંક્રમિત કરી શકે છે.એક હજાર રજકણ એક વ્યક્તિને આસાનીથી સંક્રમિત કરી શકે છે. આ કારણોસર નવરાત્રીમાં કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત છે.  આમ, રાજ્ય સરકારે નવરાત્રીની મંજૂરી આપવી જોઇએ નહીં.