શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 માર્ચ 2021 (09:38 IST)

ગુજરાતમાં કોરોનાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ, સુરતમાં નોંધાયા સૌથી વધુ કેસ

રાજ્યમાં કોરોનાના કેસ દરરોજ નવો રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. મંગળવારે 1961 નવા કેસ સામે આવ્યા હતા. આ અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ મળનાર કેસ છે. આ પહેલાં મંગળવારે 1730 કેસ નોધાયા હતા. રાજ્યમાં આજે સુરતમાં 628 કેસ, અમદાવાદમાં 558 કેસ, વડોદરામાં 184 કેસ,રાજકોટમાં 168 કેસ,જામનગરમાં 44 કેસ, ગાંધીનગરમાં 38 કેસ, ભાવનગરમાં 31 કેસ,નર્મદામાં 27 કેસ,પાટણમાં 24 કેસ,બનાસકાંઠા, દાહોદ અને કચ્છમાં 19-19 કેસ,ખેડા અને મહેસાણામાં 18 -18 કેસ,અમરેલી, સુરેન્દ્રનગર અને આણંદમાં 16-16 કેસ, મહીસાગર અને સાબરકાંઠામાં 15-15 કેસ,મોરબીમાં 13 કેસ, ભરૂચ અને નવસારીમાં 11-11 કેસ નોંધાયા છે.
 
તો ગત 24 કલાકમાં કોરોનાના કારણે 7 લોકોના મોત થયા છે. તેમાં સુરત કોર્પોરેશન 4, મહીસાગર 2, અમદાવાદ કોર્પોરેશન 1 એમ કુલ 7 લોકોના મોત થયા છે. મોતનો કુલ આંકડો 4473 પર પહોંચી ગયો છે. ગત 24 કલાકમાં 1405 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 2,80,285 લોકો કોરોના વાયરસને માત આપી ચૂક્યા છે. 
 
તો બીજી તરફ એક્ટિવ કેસનો આંકડો 9 હજારને પાર કરી ગયો છે. રાજ્યમાં હાલ 9372 સક્રિય દર્દીઓ છે. આ સાથે જ રિકવરી રેટ 95.29 ટકા થઇ ગયો છે. અત્યારે 81 દર્દીઓ વેંટીલેટર પર છે. 9291 દર્દીઓની હાલત સ્થિર છે.