શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 4 એપ્રિલ 2020 (12:18 IST)

કોરોનાએ ગુજરાતમાં સદી ફટકારી, કુલ 105 કેસ, આજે 10 નવા કેસ નોંધાયા

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ગુજરાતને પણ પોતાના સકંજામાં લઇ લીધું છે. સતત કેસમાં વધારો થઇ રહ્યો છે. ગત 19 માર્ચના રોજ ગુજરાતમાં પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો ત્યારબાદ ગુજરાતમાં કૂદકેને ભૂસકે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. અત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના 105 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો 11 દર્દીઓને રિકવર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે કોરોના વાયરસના 10 કેસ સામે આવ્યા છે. નવા કેસોમાં અમદાવાદના 5 કેસ, ગાંધીનગરના 2 કેસ, પાટણનો એક કેસ સામેલ છે.
 
આ સાથે રાજ્યમાં ગુજરાતમાં કોરોના વાયરસના 105 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ 43, સુરત 12, રાજકોટ 10, ગાંધીનગર 13, વડોદરા 9, ભાવનગર 9, કચ્છ 1 મહેસાણા 1, ગીર સોમનાથ 2, પંચમહાલ 1, પાટણ 1 નોંધાયા છે, જ્યારે 10 લોકોના મોત નિપજ્યા છે.67 વર્ષના મહિલા અસ્થામા અને ફેફસાની બીમારી વાળા હતા એમનું મૃત્યુ થયું છે. 
 
જયંતી રવિના જણાવ્યા અનુસાર કુલ 105 કેસોમાં 84 સ્ટેબલ છે. કુલ 14 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ કોઈ  દર્દી વેન્ટિલેટર પર નથી. અચાનક કેસોમાં વધારો થાય તો તેની તૈયારી તંત્રએ  કરી રાખી છે. 1000 વેન્ટિલેટર સાથે રૂમની તૈયારીઓ કરી છે.