સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (09:26 IST)

અમદાવાદમાં મકાનમાલિકના પુત્રએ ઘરની ચોકડીમાં સ્નાન કરતી મહિલાનો નગ્ન વીડિયો ઉતારી લીધો, મહિલા જોઈ જતાં વીડિયો ડીલીટ કરી દીધો

પહેલા તો પોતે હોવાનો ઇનકાર કર્યો હતો પરંતુ પોલીસને જાણ કરતાં ભાંડો ફૂટી ગયો
અમદાવાદ 
શહેરન બાપુનગર વિસ્તારમાં મહિલા બાથરૂમમાં સ્નાન કરી રહી હતી તે દરમિયાન મકાન માલિકના પુત્રએ લોખંડની જાળીમાંથી મોબાઈલથી નગ્ન મહિલાનો સ્નાન કરતો વીડિયો બનાવ્યો હતો. મહિલા મોબાઈલ જોઈ જતાં તે નાસી ગયો હતો. મહિલાએ તેમના મકાનમાલિકને તેમનો જ પુત્ર હોવાની જાણ કરી હતી ત્યારે તેઓએ ઇનકાર કર્યો હતો પરંતુ પોલીસને જાણ કર્યા બાદ પોલીસ આવતાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાપુનગર પોલીસે મકાનમાલિકના પુત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે..
 
બાપુનગર વિસ્તારમાં રહેતી એક મહિલા બપોરે બારેક વાગ્યાની આસપાસ તેના ઘરની ચોકડીમાં સ્નાન કરવા બેઠી હતી. ઘરની દિવાલ પર લગાવેલ લોખંડની જાળીમાં એક હાથમાં મોબાઈલ જોવા મળ્યો હતો. જેના પર ફોટાનું કવર તેમણે જોયું હતું. સ્નાન કરતો નગ્ન વીડિયો કોઈએ બનાવતા હોવાને લઇ કોણ કોણ બૂમો પાડતાં કોઈ જવાબ આવ્યો નહીં. એટલે મહિલા કપડાં પહેરીને બહાર આવી હતી અને આસપાસના લોકોને તેમના ઘર પાસેથી કોઈ અવરજવર કરતું જોવા મળ્યું કે નહીં તે અંગે પૂછ્યું હતું પરંતુ તેઓએ કોઈ વ્યક્તિને જોયો ન હતો.
 
 
બાદમાં મકાન માલિકને પણ પૂછ્યું હતું. મકાન માલિકના બંને દીકરાના મોબાઈલ ફોન જોવા માંગ્યા હતા. જોકે નાના દિકરાના મોબાઇલ ફોન પર કવર ન જણાઈ આવતા મકાન માલિકે જણાવ્યું હતું કે જૂનું થઈ ગયું છે જેથી કાઢી નાંખેલું છે. તેમનો નાનો દીકરો મોબાઈલ ફોન બતાવવામાં ડરતો હતો. જેથી મહિલાએ તેણે કહેલું કે તમે કોઈ ગંદુ કામ કર્યું નથી તો કેમ ડરો છો. આમ મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા બાપુનગર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે ફોનમાં તપાસ કરતા મહિલાનો અશ્લીલ વીડિયો બનાવી ડિલીટ કરી નાખ્યો હોવાનુ જાણવા મળ્યું હતું. પોલીસે ગુનો નોંધી વીડિયો ઉતારનાર મકાનમાલિકના પુત્રની અટકાયત કરી છે.