બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 એપ્રિલ 2021 (15:10 IST)

બોલિવૂડમાં તેમજ સીરિયલમાં રોલ આપવાના બહાને સલૂનધારક મહિલા પાસેથી ૩.૫૨ લાખ પડાવ્યા

પોલીસે મહિલા અને સિરિયલના  ડાયરેક્ટર વિરુદ્ધ  છેતરપિંડીનો ગુનો નોંધ્યો 
 
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં સલૂન ની દુકાન ધરાવતા માતા પુત્રીને વિશ્વાસમાં લઇ દીકરીને બોલિવૂડમાં તેમજ સીરિયલમાં રોલ આપવાના બહાને અલગ-અલગ બહાને ૩.૫૨ લાખ પડાવી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે પોલીસે આ મામલે બે શખસો વિરુધ્ધ છેતરપીંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સીરિયલમાં કામ કરવા માટે બોગસ લેટર પણ આપ્યો હતો 
 
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી મહિલા પ્રેમલતા બેન શર્માએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સુભાનપુરા વિસ્તારમાં સલૂનની દુકાન ધરાવે છે. બે વર્ષ અગાઉ તેઓ 12 વર્ષની દીકરી સાથે કામ અર્થે નીકળ્યા હતા ત્યારે સલૂનમાં કામ કરતી એક મહિલાએ જણાવ્યું હતું કે તમારી દીકરી ખૂબ સુંદર છે જેથી તમે તેને ફિલ્મોમાં કામ કરાવો તો સારું તેમ જણાવી તેણે મેકઅપ આર્ટિસ્ટ ભૂમિ પરસોત્તમભાઈ પાઠક ( રહે-  કલ્પતરુ કોમ્પ્લેક્સ, ગોત્રી રોડ, વડોદરા) નો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ ભૂમિ પાઠકે ફોન થકી જણાવ્યું હતું કે, આજવા રોડ ખાતે આવેલી લક્ષ્મી ફિલ્મ સિટી ખાતે બાળકો માટે બ્યુટી કોન્ટેસ્ટ નો પ્રોગ્રામ છે જેમાં સિલેક્ટ થશે તો તમારી દીકરી બોલિવૂડમાં પણ જશે જેથી બુકિંગ માટે ઓનલાઇન 1500 ચુકવણી કરી હતી ત્યારબાદ ભૂમિ પાઠકે જણાવ્યું હતું કે તમારી દીકરી ને જે ફિલ્મમાં સાઇન કરી છે તે ફિલ્મમાં હીરો રણદીપ હુડા છે જેના બુકિંગ માટે વધુ 50 હજાર પડાવ્યા હતા. ત્યારબાદ કલર ચેનલ ઉપર પ્રસારિત થનાર કશીશ સીરીયલ માં રોલ અપાવવાના બહાને સુબોધ કુમાર નામની વ્યક્તિ સાથે પરિચય કરાવી મુંબઈ જઇ કપડા બનાવવા માટે, સીરીયલ માટે, એક્ટર કાર્ડ માટે ,ફોટોશૂટ માટે ૭૭,૦૦૦ ની ચુકવણી કરી હતી.  આમ ફરિયાદીએ ટુકડે-ટુકડે રૂપિયા 3,67,500 ચૂકવ્યા હતા. જે પૈકી ૧૫ હજાર રૂપિયા પરત આપી બાકીના ૩.૫૨ લાખ પરત આપ્યા નથી.