શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ઑક્ટોબર 2018 (17:23 IST)

વડોદરામાં શેરી ગરબામાં મગર ઘૂસ્યો, લોકોમાં અફરાતફરીનો માહોલ

વડોદરાના એક ગામમાં શેરી ગરબા ચાલી રહ્યાં હતા તે સમયે અચાનક જ રીતસરની દોડધામ મચી ગઇ હતી જ્યારે એક મગરમચ્છ ગરબાની વચ્ચે આવી ગયો.  ખેલૈયાઓ શેરી ગરબામાં મશગૂલ હતા તો મગરમચ્છને જોતા જ ગભરાયાના દોડધામ કરવા લાગ્યા હતા અને અફડાતફડીનો માહોલ સર્જાઇ ગયો હતો.
આ ઘટના વડોદરાથી 17 કિલોમીટર દૂર પિપરિયા ગામની છે. સોમવારે મોડી રાત્રે અહીં શેરી ગરબા ચાલી રહ્યા હતા. અચાનક લોકોની નજર એક મગર પર પડતા લોકોના રૂંવાડા અદ્ધર થઇ ગયા હતો. આ મગરમચ્છો પાછો નાનો નહીં 8 ફૂટ લાંબો હતો. લોકો ગરબા બંધ કરીને પોતાને બચાવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા. આયોજકોએ વન વિભાગને માહિતી આપી.
સ્થળ પર પહોંચતા વન વિભાગની ટીમે મગરને રેસ્કયૂ કરવાનું વિચાર્યું પરંતુ ઘણી મુશ્કેલી પડી હતી. આક્રમક મગરે રેસ્કયૂ કરનારની લાકડીને પકડી લીધી અને ઝાટકાથી ઉલટ-સુલટ થવા લાગ્યો. ટીમે મગરમચ્છની આંખમાં જૂટ બેગ નાંખવાનો પ્રયાસ કર્યો જેથી કરી તે શાંત થઇ શકે પરંતુ તે પણ શકય થઇ શકયું નહીં.
વન વિભાગની રેસ્કયૂ ટીમના સભ્ય જિજ્ઞેશ પરમારે કહ્યું હતું કે અમે લોકો રાત્રે બે વાગ્યે મગરને રેસ્કયૂ કરવા પહોંચ્યા હતા. ગરબા સ્થળ પર ખૂબ અવાજ હતો. લાઇટિંગ અને શણગાર હતો. લોકો મસ્તીના મૂડમાં હતા પરંતુ મગરને જોતા હાજર બધા લોકો ડરી ગયા હતા. લગભગ એક કલાક બાદ અમે લોકોએ લગભગ ત્રણ વાગ્યાની આસપાસ મગરને રેસ્કયૂ કરી શકયા. તેને વડોદરાની નર્સરીમાં સવારે પાંચ વાગ્યે લાવામાં આવ્યો.
વન વિભાગના અધિકારીઓ કહ્યું કે મગર પિપલિયા તળાવમાંથી નીકળી પિપરિયાં ગામમા આવ્યો હતો. મગર જે ગામમાં પહોંચ્યો હતો ત્યાંની વસતી પાંચ હજાર લોકોની છે. તેમણે કહ્યું કે પાંચ મહિના પહેલાં ગામવાળાઓએ મગરને જોયાની માહિતી આપી હતી. તળાવના કિનારેથી તેને પકડવા માટે પાંજરૂં મૂકયું હતું પરંતુ તેમાં તે આવ્યો નહોતો. અનુમાન છે કે આ એ જ મગર હોઇ શકે છે ગામમાં આવી ગયો હતો.