ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ઑક્ટોબર 2018 (12:04 IST)

સાધુ બનેલા યુવકે માતાપિતા વિરૂધ્ધ આક્ષેપો કરતી અરજી કરી

ગોતા વિસ્તારમાં રહેતા અને ભાડજના એક મંદીરમાં નિયમિત જતા યુવક સાધુ બની ગયો હતો. જોકે માતાપિતાએ તેના ભણતર પાછળ લાખ રૃપિયા ખર્ચો કર્યો હોવાનું કહીને કોર્ટોનો આશરો લઈને પુત્રને પરત સંસારમાં લઈ આવ્યા હતા. બીજીતરફ પુત્રએ માતાપિતા તેને માનસિક બિમાર સાબિત કરવા માંગે છે એવો આક્ષેપ કરીને પોતાને આધ્યાત્મ માર્ગે જ જવું છે કહીને માતાપિતા વિરૃધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
માબાપ માનસિક બિમાર સાબિત કરવા માંગે છે કહી યુવકે આધ્યાત્મના માર્ગે જવાનું પસંદ કર્યું  આ બનાવની વિગત મુજબ ભાડજના એક મંદીરમાં નિયમિત જતા ગોતાના રહેવાસી ધર્મેશ ગોલને આધ્યાત્મનો રંગ લાગ્યો હતો. જેને પગલે તે સન્યાસી બની ગયો હતો. ઊચ્ચ શિક્ષણ માટે માતાપિતાએ ધર્મેશ પાછળ લાખો રૃપિયા ખર્ચ કર્યો હતો.તેમને પુત્ર સન્યાસી બને તે પસંદ ન હતું. આથી તેમણે કોર્ટનો સહારો લઈને સમાધાન કરીને પુત્રને પાછો મેળવ્યો હતો. 
થોડા દિવસ માતાપિતા સાથે રહ્યા બાદ ૧૫ ઓક્ટોબરના રોજ ધર્મેશે સોલા પોલીસ સ્ટેશનમાં માતાપિતા વિરૃધ્ધ અરજી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ધર્મેશે હું ઉમરલાયક છું અને મારે જે રીતે જીવવું હોય તે રીતે જીવવા માંગુ છું એમ અરજીમાં જણાવ્યું હતું. વધુમાં ધર્મેશે તેના માતાપિતા તેને માનસિક બિમાર સાબિત કરવા માંગે છે, એવો આક્ષેપ કર્યો હતો. જોકે મારે આધ્યાત્મના માર્ગે જ જવું છે અને હુ મારા ઘરેથી નીકળું છું, એમ વધુમાં જણાવ્યું હતું.