ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (12:01 IST)

ભૂતપ્રેતના ડરથી માતાએ પાંચ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ચારના મોત માતાનો બચાવ

તળાજા તાલુકાના પાંચ પીપળા ગામે સોમવારે આર્થિક ભીંસથી અને પોતાને ભૂતપ્રેત દેખાતા હોવાથી કંટાળીને એક માતાએ પોતાના પાંચ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા ચાર સંતાનોના મોત થયા છે. જેમાં ત્રણ પુત્ર અને એક પુત્રી એમ ચારના મોત થયા છે. જ્યારે માતા અને મોટી પુત્રીનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયબ્રિગેડના જવાનોએ ત્રણ પુત્ર અને એક પુત્રીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને માતા અને મોટી પુત્રીની બચાવી લીધી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પતિ ધરમશીભાઈ રામભાઇ ભાલીયાએ આ અંગે જણાવ્યું હતું કે, તેની પત્નીએ માતાજીનું નામ લીધું એટલે મેં તેને જવા દીધી હતી. પણ તે આવું કરશે તેની ખબર ન હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનોમાં મોટી પુત્રી ધર્મિષ્ઠા, તેના બાદ પુત્રી અક્ષિતા, મોટો પુત્ર કુલદીપ, કાર્તિક અને સૌથી નાનો રુદ્ર હતા. આ બનાવમાં ધર્મિષ્ઠાનો બચાવ થયો છે. જ્યારે અક્ષિતાનો મૃતદેહ સોમવારે રાત્રે જ બહાર કાઢી લેવામાં આવ્યો હતો.સામુહિક આપઘાતનો બનાવ સામે આવતા જ પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાત્રે જ મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં મંગળવારે સવાર સુધી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ત્રણ બાળકીના મૃતદેહ બહાર કાઢી શકાયા ન હતા.