રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 ઑક્ટોબર 2018 (11:44 IST)

નવરાત્રિમાં દારૂ પી છાકટા બનીને રખડતા બેફામ વાહન હંકારતા 173 લોકોને પકડયા

અમદાવાદમાં નવરાત્રિમાં રાત્રે દારૃ પીને છાકટા બનીને રખડતા તેમજ દારના નશામાં ધૂત બનીને વાહન હંકારતા ૧૭૩ લોકોને ઝડપી પાડયા હતા. જ્યારે નવરાત્રિ દરમિયાન ટ્રાફિક નિયમન ભંગ કરનારા ૪,૧૧૭ લોકો પાસેથી રૃા. ૫.૪૫ લાખ દંડ વસૂલ્યો હતો. પોલીસે મેગા ડ્રાઇવ રાખીને ટ્રાફિક નિયમન ભંગ કરનારા ૪,૧૧૭ વાહન ચાલકો પાસેથી રૃા. ૫.૪૫ લાખ દંડ વસૂલ કર્યો અમદાવાદમાં નવરાત્રિ તહેવારમાં દારૃ પીને વાહન હંકારતા તેમજ દારૃના નશામાં ધૂત બનીને મહિલાઓની છેડતીઓ કરતા રોમિયોને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારના મોટા ભાગના ચાર રસ્તા પર પોલીસે મેગા ડ્રાઇવ રાખીને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દારૃ પીને રખડતા ૧૧૬ લોકો પકડાયા હતા જ્યારે દારૃ પીને વાહન ચલાવતા ૫૭ લોકોને પકડી પાડીને તેમની સામ ગુના નોંધવામાં આવ્યા હતા. જ્યારે જાહેર રોડ પર ત્રણ સવારી તથા બેફામ વાહન હંકારતા તેમજ ટ્રાફિક નિયમનો ભંગ કરતા કુલ ૪,૧૧૭ વાહન ચાલકો પાસેથી રૃા. ૫,૪૫,૩૫૭ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.