શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2019 (17:23 IST)

મોદી સરકારની ખરાબ નીતિને કારણે અર્થ વ્યવસ્થાની કમર તૂટીઃ મનમોહનસિંહ

ગુજરાતમાં 58 વર્ષ બાદ અમદાવાદ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ, શહેરના શાહિબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત પ્રિયંકા ગાંધીએ પણ ગાંધીજી તથા પુલવામાં હૂમલામાં શહિદ થયેલા સૈનિકોને અંજલિ અર્પણ કરી હતી. આ પહેલા તેમણે સરદાર પટેલને સુત્તરની આંટી પહેરાવાની સ્મરણાંજલિ આપી હતી. અહીં રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધ્વજ લહેરાવ્યો હતો. સરદાર સ્મારકમાં ખાતે કોંગ્રેસની કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરએસએસ અને ભાજપના ફાંસીવાદની વિચારધારા, નફરત, ગુસ્સો અને વિભાજનવાદી વિચારધારાને પરાજીત કરવા માટે ઠરાવ કર્યો હતો. આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સલાહ આપતા કહ્યું કે, યુપીએ સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે મોદી સરકારની ટીકા કરતા કહ્યું કે ,'મોદી સરકારની ખરાબ નીતિને કારણે અર્થ વ્યવસ્થાની કમર તૂટી ગઇ છે.' જ્યારે સોનિયા ગાંધીએ પીએમ મોદીની ઝાટકણી કાઢતા કહ્યું, 'મોદી રાષ્ટ્રનાં હિતનાં ભોગે રાજનીતિ કરે છે. મોદી પીડિત બનવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સાચા અર્થમાં દેશની જનતા પીડિત છે.