શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (11:22 IST)

પુલવામાં હુમલાને લઈને મોદી સરકારની મોટી એક્શન, 5 હુર્રિયત નેતાઓની સુરક્ષા પરત લીધી

પુલવામાં આતંકી હુમલા પછી કેન્દ્રએ મોટો નિર્ણય લીધો છે.  જમ્મુ-કાશ્મીર સરકારે સરકાર ઓલ પાર્ટી હુર્રિયત કૉન્ફ્રેંસના ઉદારવાદી નેતા મીરવાઈઝ મૌલવી ઉમર ફારૂક સહિત પાંચ અલગાવવાદીઓને આપેલ સરકારી સુરક્ષા પરત લઈ લીધી છે. શુક્રવારે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કૈબિનેટ કમિટી ઑન સિક્યોરિટીની બેઠકમાં હુર્રિયત નેતાઓની સુરક્ષા પરત લેવાનો આદેશ આપ્યો હતો. 
 
અધિકારીઓ મુજબ હુર્રિયત કૉન્ફ્રેસના ચેયરમૈન મીરવાઈન મૌલવી ઉમર ફારૂક અબ્દુલ ગની ભટ, બિલાલ લોન, હાશિમ કુરૈશી અને શબ્બીર શાહને આપવામાં આવેલ સુરક્ષા અને અપાયેલા વાહન રવિવાર સાંજ સુધી પરત લઈ લેવામાં આવશે.  જો કે આ અદેશમાં પાકિસ્તાન પરસ્ત અને અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનુ નામ નથી.  ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યુ હતુ કે પક્સિતાન અને આઈએસઆઈ તરફથી આર્થિક મદદ લેનારાઓની સરકારી સુરક્ષા પર પણ નવેસરથી વિચાર કરવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે ઘાટીમાં ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરનારા અને ઝેર ફેલાવનારા નેતાઓની સુરક્ષા પર સરકાર વાર્ષિક લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. એક અલગાવવાદી નેતા પર 20થી લઈને 25 સુરક્ષા કર્મચારી દિવસ રાત એલર્ટ રહે છે. 1 એપ્રિલ 2015 ના રાજ્ય સરકારે વિધાનસભામાં પોતાની એક રિપોર્ટમાં ખુલાસો કર્યો કે સરકારે કાશ્મીરના અલગાવવાદી નેતાઓ સહિત પ્રદેશના કુલ 1472 રાજનીતિક કાર્યક્ર્તાઓની સુરક્ષામાં 506.75 કરોડ રૂપિયા ખર્ચ કરી નાખ્યા. હુર્રિયત નેતા બટ્ટની સુરક્ષા પર એક દસકામાં લગભગ અઢી કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે કે અબ્બસ અંસારે પર 3 કરોડ રૂપિયા. 
 
વિધાનસભામાં રજુ આંકડા મુજબ શ્રીનગરમાં સૌથી વધુ 804 રાજનીતિક કાર્યકર્તા છે.  જ્યરે કે જમ્મુ ક્ષેત્રમાં 637 અને લદ્દાખ ક્ષેત્રમાં 31 નેતા સામેલ છે. સૂત્રો મુજબ 440 રાજનીતિ ક કાર્યકર્તાઓમાં 294 અનારક્ષિત રાજનીતિક કાર્યકર્તાઓનો સમાવેશ છે. જેમને હોટલની સુવિદ્યા આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે પુલવામા6 40 જવાનો શહીદ થયા પછી આખા દેશમાં આ અલગાવવાદી નેતાઓની સુરક્ષા પરત લેવાની માંગ ઉઠી હતી.