બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (13:54 IST)

PAK પાસેથી છીનવાયો MFN નો દરજ્જો, પુલવામાં હુમલા પછી મોદી સરકારના 5 મોટા નિર્ણય

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં થયેલ આતંકી હુમલા પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થયેલ સુરક્ષા મામલાની કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છેકે પાકિસ્તાનથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લઈ લીધો છે. ગુરૂવારે થયેલ પુલવામાં હુમલામાં કુલ 40 જવાન શહીદ થયા હતા. આતંકી હુમલા પછીથી જ દેશભરમાં ગુસ્સો છે.. 
 
CCSની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના  ઉપરાંત રક્ષા મંત્રી નિર્માતા સીતારમણ, નાણાકીય મંત્રી અરુણ જેટલી, ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સામેલ થયા. આ બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. 
 
1. પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લઈ લેવામાં આવ્યો છે. મતલબ અત્યાર સુધી પાકિસ્તાનને ભારત સાથે ટ્રેડ કરવામાં જે છૂટ મળે છે તે બંધ થઈ જશે. 
 
2.  વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને જુદો પાડવા માટે બધા દેશ સાથે વાત કરશે. દુનિયા સામે પાકિસ્તાનના આતંક પરસ્તી ચેહરો બધા સામે લાવવો જોઈએ. 
 
3. 1986માં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદની પરિભાષા બદલવા માટે જે પ્રસ્તાવ પણ આપ્યોહતો તેને પાસ કરાવવા માટે પુરી કોશિશ કરાશે. આ પ્રસ્તાવને પાસ કરાવવા માટે અન્ય દેશો પર દબાણ બનવવામાં આવશે. 
 
4.  ગૃહ મંત્રી રાજનાથ સિંહ શનિવારના રોજ સર્વદળીય બેઠક કરશે. આ બેઠકમાં રાજનાથ સિંહ પુલવામાં હુમલા પર વિપક્ષી પાર્ટીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરશે. 
 
5.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આતંકવાદ વિરુદ્ધ ખુલ્લી જંગ છેડી દીધી છે. તેમણે કહ્યુ કે આતંકવાદી ખૂબ મોટી ભૂલ કરી ચુક્યા છે તેમને સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે.