ધનતેરસનો તહેવાર ફક્ત ધન અને સમૃદ્ધિ માટે જ નહી પણ દીર્ઘાયુ અને સ્વાસ્થ્યનુ પણ પર્વ છે. હિન્દુ ધર્મગ્રંથો મુજબ આ એ દિવસ છે જ્યારે યમરાજના નિમિત્ત દીપદાન કરીને અકાળ મૃત્યુના ભયને ટાળ્યો છે. એવી માન્યતા છે કે ધનતેરસ પર કરવામાં આવેલી ખરીદી 13 ગણુ શુભ ફળ પ્રદાન કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લઈને આવે છે. આવો જાણીએ ધનતેરસનુ શુભ મુહૂર્ત અને કંઈ વસ્તુઓ છે જેને ધનતેરસ પર ખરીદવી શુભ માનવામાં આવે છે.
ધનતેરસ – 18 ઓક્ટોબરના રોજ ઉજવાશે
ત્રયોદશી તિથિ 18 ઓક્ટોબર બપોરે 12:18 thee 19 ઓક્ટોબર બપોરે 01:51 વાગ્યા સુધી
પૂજાનુ શુભ મુહૂર્ત - સાંજે 07.15 થી રાત્રે 08.19 વાગ્યા સુધી
પ્રદોષ કાળ - સાંજે 05:48 વાગ્યાથી રાત્રે 08.19 વાગ્યા સુધી
યમ દીપમઃ પ્રદોષ કાળમાં કરવું શુભ.
ધનતેરસની ખરીદી માટેનો શુભ સમય:
અભિજિત મુહૂર્ત: 11:43 થી 12:29
લાભા ચોઘડિયા : 1:32 થી 2:57
અમૃત ચોઘડિયા : 2:57 થી 4:23
લાભ ચોઘડિયા : 5:48 થી 7:23
આ દિવસે સોનુ ચાંદી અને નવા વાસણ ખરીદવા અત્યંત શુભ માનવામાં આવે છે.
1. તાંબા અને પિત્તળન વાસણ - ધનતેરસ પર વાસણ ખરીદવા સૌથી જૂની પરંપરાઓમાંથી એક છે. વિશેષ રૂપથી પિત્તળ અને તાંબાના વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે.
2. સાવરણી : ધનતેરસ પર સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાવરણીને ગરીબી દૂર કરવાનું અને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવાનું પ્રતીક માનવામાં આવે છે. નવી સાવરણી ખરીદવાનો મતલબ છે, ઘરના આર્થિક કષ્ટ દૂર કરવા.
3. ગોમતી ચક્ર - ગોમતી ચક્ર ગોમતી નદીમાં મળનારા એક પ્રકારના પત્થર હોય છે. આ દુર્લભ અને ચમત્કારી માનવામાં આવે છે. ધનતેરસના દિવસે 11 ગોમતી ચક્ર ખરીદીને તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મુકવાથી ધન-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
4. આખા ધાણા - ધનતેરસ પર આખા ધાણા ખરીદવાની પરંપરા છે. આ ઘનના બીજનુ પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસે ધાણા ખરીદ્યા પછી દિવાળી પર તેને લક્ષ્મી પૂજામાં અર્પિત કરવા કરવામાં આવે છે અને કેટલાક દાણાને પોતાના બગીચામાં કે કુંડામાં વાવી દેવામાં આવે છે. જો આ બીજ અંકુરિત થાય છે તો માનવામાં આવે છે કે આવનારુ વર્ષ સમૃદ્ધિદાયક રહેશે.
5. ચાંદી - સોનાની જેમ જ ચાંદી ખરીદવી પણ એકદમ શુભ હોય છે. ચાંદીની શીતળતા ચંદ્રમા સાથે જોડવામાં આવે છે. ચાંદી ખરીદવાથી માનસિક શાંતિ કાયમ રહે છે અને ઘરમાં ઘનની સ્થિરતા લાવે છે.
6. લક્ષ્મી-ગણેશની મૂર્તિ કે સિક્કા - ધનતેરસ પર માટી કે ઘાતુથી બનેલી લક્ષ્મી-ગણેશની નવી મૂર્તિ ખરીદવી કે સિક્કા લાવવા શુભ હોય છે. ગણેશજી બુદ્ધિના અને શુભ્રતાના કારક છે જ્યારે કે લક્ષ્મીજી ધન અને વૈભવની દેવી છે.
7. માટીના દિવા - તહેવારની શરૂઆત માટીના દિવાથી થાય છે. ધનતેરસના દિવસે માટીના દિવા ખાસ કરીને 13 દિવા ખરીદવા જરૂરી માનવામાં આવે છે. દિવાથી અંધારુ દૂર થાય છે અને પ્રકાશનુ આગમન થાય છે.
8. ધાણી-બતાશા - ધાણી અને બતાશા દિવાળી અને ધનતેરસના પ્રસાદમાં અનિવાર્ય રૂપથી સામેલ કરવામાં આવે છે. ધાણીને નવો પાક અને અનાજની પ્રચુરતાનુ પ્રતિક માનવામાં આવે છે. તેને ખરીદવાથી ઘરમાં અન્ન-ધનની ક્યારેય કમી થતી નથી.