રવિવાર, 12 ઑક્ટોબર 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: શનિવાર, 11 ઑક્ટોબર 2025 (13:27 IST)

Diwali pushya nakshatra 2025: દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર ક્યારે છે, 14 કે 15 ઓક્ટોબર 2025 ?

Pushya Yoga 2025
Pushya Yoga 2025
Pushya Yoga 2025: પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા કહેવામા આવે છે અને જ્યારે આ દિવાળી પહેલા આવે છે તો તેને ધન સમૃદ્ધિ અને સ્થાયિત્વ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તમારી માહિતી માટે બતાવી દઈએ કે દિવાળી પહેલા આવનારા પુષ્ય નક્ષત્ર 2025 માં 14 અને 15 ઓક્ટોબર બંને દિવસે રહેશે.  જે ખરીદી અને શુભ કાર્યો માટે અત્યંત શુભ સંયોગ બનાવી રહ્યુ છે.  
 
આ વખતે પુષ્ય નક્ષત્ર લગભગ 24 કલાકથી વધુ સમય સુધી રહેશે.  જેનાથી લોકોને શુભ ખરીદી અને અન્ય કાર્યો માટે પુરતો સમય મળશે. દિવાળીનો મુખ્ય તહેવાર 20 ઓક્ટોબર 2025 ના રોજ ઉજવાશે જ્યારે કે ધનતેરસ 18 ઓક્ટોબર 2025 ના રોજ છે. પુષ્ય નક્ષત્ર આ બંને મુખ્ય તહેવારો કરતા થોડો પહેલો આવી રહ્યો છે. 
 
દિવાળી 2025 થી પહેલા પુષ્ય નક્ષત્રની તિથિ અને સમય -  Pushya Nakshatra date 2025
 
પંચાગ અને જ્યોતિષ ગણના મુજબ ઓક્ટોબર 2025માં પુષ્ય નક્ષત્રનો  સમય આ પ્રકારનો રહેશે.  
 
પુષ્ય નક્ષત્ર શરૂ - 14 ઓક્ટોબ ર 2025 મંગળવારે સવારે 11.54 વાગ્યાથી 
પુષ્ય નક્ષત્રનુ સમાપન - 15 ઓક્ટોબર 2025 બુધવારે બપોરે 12 વાગ્યા સુધી  
 
શુભ ચોઘડિયા મુહૂર્ત 
 
14 ઓક્ટોબર 2025 સવારે 11.54 થી આખી રાત સુધી 
સવારનુ મુહૂર્ત -  11:54 AM - 01:33 પીએમ (ચર, અમૃત, લાભ) 
15 ઓક્ટોબર 2025 - સવારે 06:22 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી 
 
શુભ સંયોગનુ મહત્વ - મંગળ, પુષ્ય અને બુધ પુષ્ય  
જો કે આ નક્ષત્ર બે દિવસ (મંગળવાર અને બુધવાર) સુધી રહેશે તેથી આ એક વિશેષ સંયોગ બની રહ્યો છે.  
 
મંગલ પુષ્ય (14 ઓક્ટોબર) - મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી આને મંગળ પુષ્ય કહેવામાં આવે છે. આ સંયોગ વિશેષ રૂપથી જમીન, સંપત્તિ અને વાહનની ખરીદી માટે શુભ માનવામાં આવે છે. કારણ કે મંગલ જમીનનો કારક ગ્રહ છે. 
 
બુધ પુષ્ય - (15 ઓક્ટોબર) બુધવારે પુષ્ય નક્ષત્ર હોવાથી તેને બુધ પુષ્ય કહેવામાં આવે છે. આ દિવસે જ્ઞાન, શિક્ષા, વેપાર અને રોકાણ સાથે જોડાયેલા કાર્યો માટે વિશેષરૂપથી ફળદાયી હોય છે. 
 
પુષ્ય નક્ષત્રમાં ખરીદી  : પુષ્ય નક્ષત્રમાં સોના, ચાંદી અને નવી વસ્તુઓ ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે.  
 
 Disclaimer : ચિકિત્સા, સ્વાસ્થ્ય સંબંધી નુસ્ખા, યોગ, ઘર્મ, જ્યોતિષ, ઈતિહાસ, પુરાણ વગેરે વિષયો પર વેબદુનિયામાં પ્રકાશિત/પ્રસારિત વીડિયો, આલેખ અને સમાચર ફક્ત તમારી માહિતી માટે છે. જે વિવિધ સોર્સમાંથી લેવામાં આવે છે.  તેની સાથે સંબંધિત સત્યતાની વેબદુનિયા ખાતરી નથી આપતુ. આરોગ્ય કે જ્યોતિષ સંબંધી કોઈપણ પ્રયોગ પહેલા વિશેષજ્ઞની સલાહ જરૂર લો. આ કંટેટની જનરૂચિને ધ્યાનમાં રાખીને અહી પ્રસ્તુત કરવામાં આવ્યુ છે. જેનુ કોઈપણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.