શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (17:21 IST)

જમ્મુ-કાશ્મીરના પુલવામાં બ્લાસ્ટ, CRPFના 18 જવાન માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરના પુલવામાં જીલ્લામાં લેથપોરાની પાસે શ્રીનગર-જમ્મુ રાજમાર્ગ પર ચરમપંથીયોએ આઈડી બ્લાસ્ટ કરી સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યુ. આ હુમલામાં 19 જવાન માર્યા ગયા અને 44 ઘાયલ થયા છે. 
 
પોલીસે બીબીસીને 19 જવાનો માર્યા જવાની ચોખવટ કરી છે. સીઆરપીએફના જવાનોની બસ આ રસ્તેથી જઈ રહી હતી ત્યારે ચરમપંથીઓએ નિશાના પર લઈને બ્લાસ્ટ કર્યો. આ બસમાં 40થી વધુ જવાન સવાર હતા. 
 
300 કિલોમીટરનો આ રાજમાર્ગ રણનીતિક રૂપથી ખૂબ મહત્વની છે. અને હંમેશા સુરક્ષાબળની નજર રહે છે. ઘાયલોને શ્રીનગરના સેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
આ રાજમાર્ગ પર ગાડીઓની અવરજવર રોકી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં હુમલાવરોને શોઘવાનુ કામ ચાલી રહ્યુ છે.  બે બસમાં જવાન સવાર હતા અને તેમની સુરક્ષામાં પોલીસની ગાડીઓ આગળ-પાછળ ચાલી રહી હતી. 
 
પ્રતિબંધિત ચરમપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદે હુમલો કરવાનો દાવો કર્યો છે.  જૈશ એ મોહમ્મદના પ્રવક્તા મોહમ્મદ હસને કે વીડિયો રજુ કરીને કહ્યુ છે કે આદિલ અહમદ ઉર્ફ વકાસ કમાંડોએ આ હુમલાને અંજામ આપ્યો છે. વકાસ કમાંડોને પુલવામાં જીલ્લાના નાગરિક બતાવાય રહ્યા છે.