સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 2 નવેમ્બર 2018 (10:28 IST)

જમ્મુ-કાશ્મીરમાં BJP નેતા અનિલ પરિહાર અને તેમના ભાઈની ગોળી મારીને હત્યા, કિશ્તવાડમાં તનાવ, કરફ્યુ લાગ્યો

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં  BJP નેતા અનિલ પરિહાર અને તેમના ભાઈની અજ્ઞાત હુમલાવરોએ ગોળી મારીને હત્યા કરી નાખી. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓનુ કહેવુ છે કે ભાજપાની રાજ્ય એકાઈના સચિવ અનિલ પરિહાર અને તેમના ભાઈ અજીત કિશ્તવાડમાં પોતાની દુકાનથી પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન તેમના પર નિકટથી ગોળીબારી થઈ. હત્યા પછી કિશ્તવાડમાં કરફ્યુ લગાવી દેવાયો છે. કાયદા-વ્યવસ્થાને કાયમ રાખવા માટે સેના બોલાવી છે. 
જાણકારોના મતે, એક અજ્ઞાત હુમલાવરે અનિલ પરિહાર પર ગોળીઓનો વરસાદ કર્યો હતો, આ ઘટનામાં બન્ને નેતાઓના મૃત્યું થયા છે. જ્યારે ઘટના સ્થળે હાજર રહેનાર અનિલ પરિહારના ભાઇ અજીત પરિહારને પણ ગોળી વાગી હતી. ગોળી વાગ્યા પછી તે ગંભીર રૂપથી ઘાયલ થયો હતો.  જો કે, થોડીવાર તેમના ભાઇનું પણ મોત થયું હતું.
 
અજિત પરિહાર એસએફસીના કર્મચારી હતી. બન્ને ભાઈ સ્ટેશનરીના દુકાન બંધ કરીને પોતાના ઘરે આવી રહ્યા હતા. જમ્મુ કશ્મીર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી હુમલાવરની ઓળખ થઈ શકી નથી. આ ઘટનાને લઇને કિશ્તવાડામાં કર્ફ્યૂની સાથે ધારા 144 લાગુ કરી દીધી છે.