શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 જૂન 2020 (15:05 IST)

ગુજરાતમાં વાવાઝોડાની સંભવિત અસરને પગલે લોકોને ઘરમાં રહેવા સીએમ રૂપાણીની અપીલ

રાજ્યમાં એક તરફ કોરોના માહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ગુજરાત પર વાવાઝોડાનું સંકટ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. જેના કારણે રાજ્યમાં ' નિસર્ગ ' વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને સંબોધતા સાવચેત રહેવાની સલાહ આપી છે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ત્રીજી તારીખે ગુજરાત મહારાષ્ટ્રમાં આ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. હાલ દરિયાકાંઠે જે લોકો પણ કામ કરી રહ્યાં છે તેમને ત્યાંથી સલામત સ્થળે ખસાડવામાં આવ્યાં છે. દરિયાકાંઠે રહેતા લોકોને સ્થળાતંરની સૂચના આપી દેવામાં આવી છે. સ્થળાતંરિત લોકોમાં કોરોના સંક્રમણ ન થાય તે માટે સાવચેતી જરૂ રી છે. આ સાથે તમામ માર્કેટિગ યાર્ડોને પણ સાવચેત કરી દેવામાં આવ્યાં છે. આ સાથે એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમને પણ ચોક્કસ જગ્યાએ મોકલી દેવામાં આવી છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, તારીખ ત્રણ અને ચોથી જૂનનાં રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં જિલ્લાનાં લોકો તથા ભાવનગર અને અમરેલીનાં લોકોને 3 અને 4 તારીખે કામ વગર ઘરની બહાર ન જવા માટે વિનંતી કરી છે. તેમણે લોકોને અનુરોધ કર્યો કે, જરૂર પુરતૂ જ બહાર નીકળે. વાવાઝોડા અને કોરોનાના સંક્રમણ વચ્ચે વધારે મુશ્કેલી ન થાય એટલે બધા ઘરમાં રહે.અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતની હાલની સ્થિતિ પ્રમાણે સાઉથ ગુજરાત અને મુંબઇ વચ્ચે 3 જૂનના રોજ ટકરાવવાની સંભાવનાથી તંત્ર સજાગ થઇ ગયું છે. ચક્રવાતને લઇ સાઉથ ગુજરાતમાં ભારે વરસાદ અને પવન આગામી 3 અને 4 જૂન સુધી રહેવાની આગાહી છે. હવામાન વિભાગના મતે ચક્રવાતની ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઇ કાંઠા વિસ્તારમાં અસર જોવા મળશે. હાલની સ્થિતિમાં ચક્રવાત લેન્ડ ફોલ થાય એવી કોઇ શક્યતા જણાતી નથી. સુરત શહેરમાં આગામી 2 જૂનના રોજ હળવાથી મધ્યમ અને 3 - 4 જૂન ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.