શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 11 જૂન 2023 (10:31 IST)

Cyclone Biparjoy - 6 કલાકમાં અતિતીવ્ર બનશે વાવાઝોડું, બિપરજોય' વાવાઝોડામાં તબાહી મચાવશે

cyclone gujarat
Cyclone Biparjoy- 7 રાજ્યોમાં તબાહી મચી જશે, ચક્રવાત 'બિપરજોય' ભારતમાં આટલી જગ્યાએ બધું વેર વિખેર કરી નાખશે. માત્ર 4 કલાક! ગુજરાતના દરિયાકાંઠાથી આટલા જ અંતરે 'બિપરજોય' વાવાઝોડામાં તબાહી મચાવશે
 
 
ફેનના કારણે ગુજરાતમાં આગામી બે દિવસ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
 
 
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપરજોય આગામી 4 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. 15 જૂનની આસપાસ, તે વાવાઝોડા તરીકે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. હાલમાં, તે ગુજરાતમાં પોરબંદરથી લગભગ 500 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં અરબી સમુદ્રમાં સ્થિત છે.
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય રવિવારે (11 જૂન) બપોરે 2.30 વાગ્યાની આસપાસ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. IMD એ 15 જૂન સુધીમાં કચ્છના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે, તે દરિયાકાંઠે અથડાશે તેવી અપેક્ષા નથી. ચક્રવાત પોરબંદરથી લગભગ 200-300 કિમી અને નલિયાથી 200 કિમી દૂર પસાર થવાની સંભાવના છે.