Cyclone effects- દ્વારકામાં પ્રથમ વખત જગત મંદિરમાં એકસાથે ફરકાવાઇ બે બાવન ગજની ધજા
દ્વારકા: ગુજરાતને ધમરોળવા માટે આવતા વાયુ વાવાઝોડાએ અચાનક જ પોતાની દિશા બદલી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. તેમ છતાં તેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો પર પડી રહી છે. ગુરૂવારે વાવાઝોડાની અસરના લીધે દ્વારકાના કાંઠે 80થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના લીધી દ્વારકાધીશ મંદિર પર ચડાવવામાં આવતી પવિત્ર બાવન ગજની ધજાને બદલવી મુશ્કેલ બની હતી. જેના કારણે દ્વારકામાં પહેલી વખત મંદિર પર એક સાથે બે ધજા ફરકાવવામાં આવી છે.
ગુજરાતના દરિયાકાંઠા આવનારા વાયુ વાવાઝોડાની અસરના કારણે દ્વારકાનો દરિયો પણ ગાંડોતૂર થયો હતો. આશરે પાંચ મીટર ઊંચા મોજા ઉછળ્યાં હતા. દ્વારકાની પવિત્ર ગોમતી નદી પણ બે કાંઠે વહેતી થઇ હતી. ત્યારે અહીં ભીમ અગીયારસનો પવિત્ર તહેવાર હોય ગોમતી સ્નાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અને ગોમતી નંદીમા સ્નાન કરવા આવી પહોંતા હયો છે. પરંતુ પ્રથમ વખત એવી ઘટના બની છે કે, તેની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.
દ્વારકાના જગત મંદિરે બાવન ગજની આ પવિત્ર ધજા દિવસમાં ત્રણ વખત બદલવાની પંરપરા વર્ષોથી ચાલી આવી રહી છે. આ ધજાને તમે અનેક કિલોમીટર દૂરથી નિહાળી શકો છે. આ ધજાનું ભક્તોમાં અનેરૂં મહત્વ છે. ગુરૂવારે વાવાઝોડાની અસરના લીધે દ્વારકાના કાંઠે 80થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના લીધી દ્વારકાધીશ મંદિર પર ચડાવવામાં આવતી પવિત્ર બાવન ગજની ધજાને બદલવી મુશ્કેલ બની હતી. ત્યારે આ પરંપરાને જાળવી રાખવા માટે બીજી ધજાને પ્રથમ ધજાની નીચે ચઢાવવામાં આવી છે. આ ધજા સાત અલગ અલગ રંગમાં હોય છે. ધજાને સવાર, બપોરે અને સાંજે બ્રાહ્મણો દ્વારા બદલવામાં આવે છે.