1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 3 નવેમ્બર 2019 (20:18 IST)

'મહા' વાવાઝોડું - આગામી 6 અને 7 તારીખે ભારે વરસાદની આગાહી

ગુજરાતના માથેથી 'મહા' વાવાઝોડાની ઘાટ તો ટળી ગઇ છે, પરંતુ વાવાઝોડાને કારણે આગામી મંગળવારથી ગુરુવાર સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 6 અને 7 તારીખે વરસાદ પડે તેવી શક્યતા છે. 100થી 110ની સ્પીડે પવન ફૂંકાશે. સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ વેરાવળથી 550 કિમી દૂર છે. જે 4 તારીખ પછી મૂવમેન્ટ બદલશે અને 6 તારીખે મધરાત્રે દરિયા કાંઠે હીટ કરશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા સુધી પહોંચે તે પહેલાં નબળું પડી જશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
 
જોકે, આ વાવાઝોડાની અસરને કારણે રવિવારે તાપી જિલ્લાના વ્યારામાં સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો નથી. જોકે, કમોસમી વરસાદને કારણે ડાંગર સહિતના પાકને નુકસાન થતાં જગતનો તાત ચિંતિત જોવા મળી રહ્યો છે.