બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 જૂન 2020 (15:57 IST)

Cyclone Nisarga Live Updates: મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં નિસર્ગનું તાંડવ, વાવાઝોડા સાથે ભારે વરસાદ, ઝાડ નીચે પડી ગયા, છત ઉડી

વાવાઝોડું નિસર્ગ મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોથી અથડાયું છે. માહિતી મુજબ અરબ સાગરમાં આવેલું વાવાઝોડુ નિસર્ગ બપોરે લગભગ 1 વાગ્યે મુંબઈમાં અલીબાગના દરિયા કાંઠે અથડાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાતી તોફાન લગભગ 120 કિમીમીટર પ્રતિ કલાકની ઝડપે અથડાયું હતું. ત્યારે હાલ મુંબઈના મોટાભાગે વિસ્તારોમાં પૂર્વ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ થઈ રહ્યો છે. મુંબઈ અને ગુજરાતમાં મોટાભાગે વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નિસર્ગ  વાવાઝોડાને કારણે અનેક સ્થળોએ નુકસાન થયાના સમાચાર છે. ઘણી જગ્યાએ વૃક્ષો ઉખેડી ગયા છે અને કાચા મકાનોને ઘણું નુકસાન થયું છે. કેટલાક સ્થળોએ  વાવાઝોડાને કારણે  વીજળી ગુલ  છે


મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના રત્નાગિરી વિસ્તારમાં સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા. આ પહેલા તોફાન ગુજરાતના કાંઠે પણ અથડાવાના અનુમાનો લગાવાયા હતા. ચક્રવાત નિસર્ગની અસરે આ મોજા એટલા શક્તિશાળી હતા કે દરિયા કાંઠે બંધાયેલા જહાજ પણ હલી રહ્યા હતા. આપણે જણાવી દઈએ કે વાવાઝોડાંના અથડાતા પહેલા હવામાન વિભાગે મુંબઈમાં હાઇ ટાઇડના આવવાના અનુમાન લગાવ્યા હતા.
ભરૂચના દહેજની એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા લાગી આગ, ઘોઘાના દરિયાકાંઠેથી દેખાયા ધુમાડા
વિભાગ મુજબ બુધવારે રાતે 9.48 વાગે મુંબઈમાં હાઇટાઇડની ચેતવણી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ હવામાન વિભાગે કહ્યું હતું કે નિસર્ગ ચક્રવાત દરમિયાન 100થી 120 કિમીમીટર પ્રતિ કલાકની તોફાની હવાઓ અને દરિયામાં ઉછળતા 6 ફૂટ ઊંચા મોજા મુંબઈને ફરી પાણી-પાણી કરી શકે છે.