સંબંધિત સમાચાર
- ઇન્દોરમાં બેકાબૂ ટ્રકે લોકોને કચડી નાખ્યા, 2 ના મોત, CCTV ફૂટેજ સામે આવ્યા
- 'પતિના શુક્રાણુઓ ઓછા હતા', સસરા અને સંબંધીઓએ પુત્રવધૂને ગર્ભવતી બનાવવા માટે વારંવાર ગુજાર્યો બળાત્કાર અને પછી..
- Kamal Kaur Bahbi- સામે આવેલા CCTV ફૂટેજ અંગે SP એ મોટો ખુલાસો કર્યો
- PM મોદીનો સાણંદમાં ઐતિહાસિક રોડ-શો: રૂ. 22,516 કરોડના માઈક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું લોકાર્પણ
- GSSSB નો મોટો નિર્ણય: CCE ભરતીમાં વધુ 914 જગ્યાઓનો વધારો, હવે કુલ 7,338 પદો પર થશે ભરતી
દમણમાં 70 લાખના કોપર વાયર લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓ ઝડપાયા
દમણમાં 70 લાખના કોપર વાયર લૂંટકાંડનો ભેદ ઉકેલાયો છે. ના અહેવાલ મુજબ દમણમાં કરોડો રૂપિયાના કોપર વાયરોની લૂંટ મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે.
પોલીસે આ કેસમાં 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી અંદાજે 5,500 કિલો કોપર વાયર જપ્ત કર્યો છે. આરોપીઓએ લૂંટ દરમિયાન કંપનીના કામદારોને બંધક બનાવી તેમની પર હુમલો કર્યો હતો અને કંપનીમાં લગાવેલા તમામ CCTV કેમેરા પણ તોડી નાખ્યા હતા. લૂંટાયેલા માલમાં લગભગ 70 લાખના કોપર વાયરનો સમાવેશ થાય છે.
પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજના આધારે લૂંટારૂઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી. તપાસ દરમિયાન વાપીમાંથી ટેમ્પો તેમજ લૂંટમાં વપરાયેલ સામાન પણ મળી આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં પાડોશી જિલ્લાઓમાં થયેલી સમાન ચોરીઓ સાથે પણ આરોપીઓના સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ પોલીસે અન્ય ગુનાઓ અને ગેંગના વધુ સભ્યોની ઓળખ મેળવવા તપાસ તેજ કરી છે.
