1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Data Center Policy Gujarat

ડિજિટલ ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ: CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી નવી 'ડેટા સેન્ટર પોલિસી 2026-29'

Data Center Policy Gujarat
ડિજિટલ અર્થતંત્રના યુગમાં ગુજરાત સરકારે એક મોટું કદમ ઉઠાવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29' સત્તાવાર રીતે જાહેર કરી છે. આ લોન્ચિંગ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના સમયમાં ડેટા એક અમૂલ્ય સંપત્તિ હોવાથી રાજ્યમાં આધુનિક ગ્રીન ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું ખૂબ જ જરૂરી બન્યું છે.
 
 

 આવી પોલિસી લાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું

આ નીતિની વિશેષતા અંગે વાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં હાલ ડેટા સેન્ટર્સની ખૂબ ચર્ચા છે, પરંતુ આ સેક્ટર માટે આવી વિશેષ અને સુનિયોજિત નીતિ જાહેર કરનાર ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે. તેમણે ઉમેર્યું કે, સરકારે રાજ્ય માટે 7.5 ગીગાવોટ ક્ષમતાની પોલિસી ઘડી છે, પરંતુ રોકાણકારો તરફથી માત્ર ધોલેરા વિસ્તાર માટે જ 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર સ્થાપવાના પ્રસ્તાવો મળી ચૂક્યા છે. આ આંકડાઓ સાબિત કરે છે કે ગુજરાત રોકાણકારો માટે વૈશ્વિક સ્તરે એક મજબૂત બ્રાન્ડ બની રહ્યું છે.

રૂ.6 લાખ કરોડનું રોકાણ લાવવાનો સરકારનો મોટો લક્ષ્યાંક

મુખ્ય સચિવે આ નવીન પોલિસીની આર્થિક અને ભૌગોલિક અસરો અંગે ચર્ચા કરી હતી. આ પોલિસી દ્વારા રાજ્યમાં આશરે રૂ.6 લાખ કરોડનું જંગી મૂડીરોકાણ આકર્ષવાનો અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ સેક્ટરમાં સંસાધનોનો વપરાશ ખૂબ વધુ થાય છે, કારણ કે માત્ર 1 ગીગાવોટ ડેટા સેન્ટર ચલાવવા માટે રોજનું અંદાજે 3.5 કરોડ લીટર પાણી અને લાખો ઘરો વપરાય તેટલી વીજળી જોઈએ છે. ગુજરાત રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા)ના ઉત્પાદનમાં અગ્રેસર હોવાથી આ પ્રોજેક્ટ્સને મોટો ફાયદો થશે.

51 ટકા ગ્રીન એનર્જીનો વપરાશ કરવો રહેશે ફરજિયાત

પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે આ પોલિસીમાં એક ખાસ શરત મૂકી છે. આ નીતિ હેઠળ બનનારા દરેક ડેટા સેન્ટરે પોતાના કુલ વીજ વપરાશમાંથી ઓછામાં ઓછી 51 ટકા વીજળી સોલાર, વિન્ડ અથવા અન્ય ઇકો-ફ્રેન્ડલી સ્ત્રોતોમાંથી જ મેળવવી પડશે. ડેટા સેન્ટર સ્થાપતી કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે જમીન, પાવર ટેરિફ અને સ્ટેમ્પ ડ્યુટીમાં આકર્ષક રાહતો આપવામાં આવશે. આ ઉપરાંત, સમગ્ર પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગને નોડલ એજન્સી તરીકે 'સિંગલ વિન્ડો ક્લિયરન્સ'ની જવાબદારી સોંપાઈ છે.

પાવર અને ગ્રીડ નેટવર્કને મજબૂત કરવાની કવાયત શરૂ

ડેટા સેન્ટર્સ ચોવીસેય કલાક અટક્યા વગર ચાલે તે માટે અવિરત પાવર સપ્લાય અનિવાર્ય છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે GUVNL (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ) દ્વારા રાજ્યના ટ્રાન્સમિશન નેટવર્ક અને સબ-સ્ટેશનોને અપગ્રેડ કરવાની અને વધુ પાવરફુલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સરકાર આગામી વર્ષોમાં રાજ્યની ક્લીન એનર્જી ઉત્પાદન ક્ષમતામાં મોટો વધારો કરશે, જેથી આ નવા ડિજિટલ ઉદ્યોગોને કોઈપણ વિક્ષેપ વિના સતત ગ્રીન પાવર મળતો 
About Writer
કલ્યાણી દેશમુખ
Gujarati portal head, Writer.... બધા વાંચો
આગળનો લેખ
Jagannath Rath name - જગન્નાથજીના રથનું નામ જણાવો.