ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (17:10 IST)

માતાનો અવાજ સાંભળીને જીવતો થયો મૃત બાળક, સામે આવ્યો હેરાન કરનારો મામલો

હરિયાણામાં એક એવો મામલો સામે આવ્યો છે જેનાથી દરેક કોઈ હેરાન છે. અહી પરિવારે એક બાળકના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યુ હતુ. માતા પોતાના પુત્રનુ માથા પર વ્હાલ કરતી વારેઘડીએ બોલી રહી હતી - ઉઠી જા મારા બાળક, ઉઠી જા. ત્યારે તેના શરીરમાં હલચલ થવા માંડી. બીજીવાર સારવાર શરૂ થઈ અને તે બાળક જીવતો થઈ ગયો. હરિયાનાના બહાદુરગઢમાં ટાઈફોઈડથી પીડિત એક બાળકની દિલ્હીમાં સારવાર ચાલી રહી હતી. 26 મે ના રોજ એ ડોક્ટરોએ તે બાળકને મૃત જાહેર કરી દીધો. 
 
માતા પિતા બાળકને લઈને બહાદુરગઢ પરત ફર્યા. ઘરમાં હાહાકાર મચી ગયો. શોકાતુલ પરિવાર બાળકના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યુ હતુ.  શબને આખી રાત રાખવા માટે બરફ અને સવારે દફનાવવા માટે મીઠાની વ્યવસ્થા કરી હતી. સગાવ્હાલાઓને સવારે સ્માશાન ઘાટ પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું.માતાને બાળકના મરવાની વાતથી ખૂબ દુખી હતી. તે વારેઘડીએ બાળકને વ્હાલ કરીને જીવતો થવા માટે પ્રાર્થના કરી રહી હતી. 
 
માતા તેને વારે ઘડીએ પ્રેમથી હલાવીને જીવતા થવા માટે રડી રહી હતી.  સૂત્રોના જણાવ્યા મુજબ ચાદરની પૈકિંગમાં મુકેલા મૃત શરીરમાં થોડીવાર પછી હલચલ થઈ, તો માતાએ બાળકના પિતાને બૂમ પાડી. પિતાએ જ્યારે બાળકનો ચેહરો પૈકિંગમાંથી બહાર કાઢ્યો અને તેને મોઢા વડે શ્વાસ આપ્યો તો બાળકે પિતાના હોઠ પર દાંત માર્યા. આ જોઈને પરિવારના લોકોને આશા જાગી.   પછી 26 મેની રાતે જ બાળકને રોહતકની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. ડોક્ટરોએ કહ્યું હતું કે તેના બચવાની માત્ર 15 ટકા જ આશા છે. સારવાર શરૂ થઈ. ઝડપથી રિકવરી થઈ અને હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈને મંગળવારે ઘરે પહોંચ્યો.